વડાપ્રધાન મોદી ભૂતાનના પ્રવાસે, 45 Km સુધી લોકોએ માનવચેન બનાવીને સ્વાગત કર્યું
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ભૂતાનના પ્રવાસે ગયા છે. દરમિયાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. એરપોર્ટથી લઈને દેશની રાજધાની સુધીના 45 કિમી સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગતમાં લોકો ઉભા રહ્યાં હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાનદ કર્યું હતું.
પીએમ મોદી ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિ હેઠળ શુક્રવારે ભૂટાનના પારો એર પોર્ટ પહોંચ્યા હતા. ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગેએ એરપોર્ટ પર જ પીએમ નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીના સ્વાગત માટે પારો એરપોર્ટથી દેશની રાજધાની થિમ્પુ સુધીના સમગ્ર 45 કિલોમીટરના રસ્તાને સજાવવામાં આવ્યો હતો. ભૂટાનના લોકો મોદીને આવકારવા રસ્તાની બંને બાજુએ ઉભા હતા અને મોદી જ્યાંથી પસાર થયા ત્યાંથી મોદી-મોદીના નારા લગાવવા લાગ્યા.
મોદીના ભૂતાન આગમન પર, ભૂટાનના વડા પ્રધાન શેરિંગ તોબગેએ તેમના X હેન્ડલ પર હિન્દીમાં લખ્યું, ‘ભૂતાનમાં આપનું સ્વાગત છે, મારા મોટા ભાઈ.’ આ પહેલા પણ પીએમ મોદીએ એક ટ્વીટમાં લખ્યું હતું કે, ‘હું ભૂટાન જઈ રહ્યો છું, જ્યાં હું ભૂટાન અને ભારત વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે દેશના ઘણા કાર્યક્રમોમાં ભાગ લઈશ. હું ભૂટાનના રાજા, ભૂટાનના ચોથા રાજા અને વડા પ્રધાન શેરિંગ તોબગેને મળવા માટે ઉત્સાહિત છું.