હોળી પર ફેંકવામાં આવતા ફુગ્ગા ખતરનાક હોય શકે?
હોળીના તહેવારની ધામધૂમથી સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવે છે. હોળીના પર્વ ઉપર લોકો એકબીજા ઉપર રંગ નાખવાની સાથે ફુગ્ગા પણ મારે છે. પાણી વાળા ફુગ્ગા વધારે ખતરનાક હોય શકે છે કેમ કે આ આંખ પર કે માથા પર વાગે તો તેનાથી ગંભીર નુકશાન થઈ શકે છે. ‘હાર્ટકેર ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા’ મુજબ શિંથેટિક કલર આંખ અને ત્વચા માટે ખુબ ખતરનાક સાબિત થઈ શકે છે.
ફુગ્ગામાં વપરાતા રંગ કેમિકલથી ભરપુર હી શકે છે. જેમ કે કાચ.. આ આંખ અને ત્વચા માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
આવા ફુગ્ગાના ઉપયોગથી સ્કિનની એલર્જી, ડર્માટાઈટિસ, ડ્રાઈનેસ, ચૈપિંગ, સ્કિન કેન્સર, રાઈનાટિસ, અસ્થમા અને ન્યુમોનિયા જેવી સમસ્યાઓ થાય છે.
કલરફુલ પાણીના ફુગ્ગા આંખોમાં એલર્જી કે તેજ જલન પેદા કરી શકે છે. કેમિકલ બર્ન, કોર્નિયલ એબ્રેશન અને આંખની સમસ્યાઓ થઈ શકે છે.
પાણીના ફુગ્ગા આંખો પર પડે ત્યારે એલર્જી ચાલુ થાય છે. જેના કારણે સરખુ દેખાતું નથી.
આ બલૂન કોર્નિયાને નુકસાન પહોંચાડી શકે છે. કોર્નિયલ એબ્રેશન એક ઈમનજન્સી સ્થિતિ છે. આવી સ્થિતિમાં તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
બલૂનનો રંગ તમારી આંખોમાં આવે તો તેને તરત પાણી કે નળના પાણીથી ધોઈ લો. કેમ કે તે કોર્નિયલ એબ્રેશનનું ખતરો વધારે છે.