1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ડાકોરમાં દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટ્યું, જય રણછોડના નાદથી મંદિર પરિસર ગુંજી ઊઠ્યું
ડાકોરમાં દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટ્યું, જય રણછોડના નાદથી મંદિર પરિસર ગુંજી ઊઠ્યું

ડાકોરમાં દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટ્યું, જય રણછોડના નાદથી મંદિર પરિસર ગુંજી ઊઠ્યું

0
Social Share

ડાકોરઃ ફાગણી પૂનમના ડાકોરના ઠાકોરજીના દર્શનનું અનેરૂ મહાત્મ્ય છે. ઠાકોરજીના દર્શન માટે મોટી સંખ્યામાં પદયાત્રીઓ ડાકોર પહોચ્યા હતા. ડાકોરમાં કોણ છે, રાજા રણછોડ છે, ‘જય રણછોડ માખણચોર’ના નાદ સાથે ડાકોર ગૂંજી ઊઠ્યું છે. કાલે પૂનમ હોવાથી મંગળા આરતીમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટશે. સવારે 9 કલાકે ફુલડોલોત્સવનો પ્રારંભ થશે. ભગવાન ભક્તો સાથે હોળી રમતા નજરે પડશે. સપ્ત રંગોથી સોના ચાંદીની પિચકારીથી ભગવાન ધૂળેટી રમશે.
ડાકોરમાં ફાગણીના પુનમના ઠાકોરજીના દર્શન માટે લોકોનું ઘોડાપૂર ઉમટ્યું છે. મંદિર પરિસરમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ‘જય રણછોડ માખણચોર’ના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઊઠ્યુ હતુ. પદયાત્રિઓ લાંબી મંજિલ કાપીને મંદિરના દ્વારે પહોંચી રાજા રણછોડના દર્શન કરી ભાવ વિભોર બન્યા હતા. મંદિરમા રણછોડજીની મૂર્તિ આગળ લોખંડની જાળી લાગાવી દેવામા આવી છે. રવિવારે સાંજે હોલિકા દહનના દર્શન માટે ભાવિકો ઉમટ્યા હતા. કાલે પૂનમ હોવાથી મંગળા આરતીમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટશે. સવારે 9 કલાકે ફુલડોલોત્સવનો પ્રારંભ થશે. ભગવાન ભક્તો સાથે હોળી રમતા નજરે પડશે. સપ્ત રંગોથી સોના ચાંદીની પિચકારીથી ભગવાન ધૂળેટી રમશે.

ડાકોર મંદિરમાં પૂનમના દિવસે સવારે 4:00 કલાકે મંગળા આરતી થશે. એ બાદ સવારે 9:00 કલાકે શણગાર આરતી, એ પછી બપોરે 3:30 કલાકે રાજભોગ આરતી અને 5:15 વાગે ઉથાપન આરતી તે બાદ સાંજે 5:15 પછી ઠાકોરજી નિત્યક્રમ અનુસાર શયનભોગ, સખડીભોગ આરોગી, અનુકૂળતાએ ઠાકોરજી પોઢી જશે. જ્યારે મંગળવાર 26 માર્ચના રોજ 6:45 વાગે મંગળા આરતી થશે. એ બાદ શણગાર આરતી એ બાદ 12:30 વાગે રાજભોગ આરતી એ પછી સાંજે ચાર વાગે ઉથાપન આરતી શયનભોગ, સખડીભોગ આરોગી, અનુકૂળતાએ ઠાકોરજી પોઢી જશે.

ડાકોરમાં ફાગણી પુનમની દર્શનનું અનેરૂ મહાત્મ્ય છે. વર્ષના 12 મહિનામાં આવતી આ સૌથી મોટી પૂનમ એટલે આ ફાગણી પૂનમ ગણાય છે. લાખોની સંખ્યામાં ભક્તો પગપાળા હોળી, ધુળેટીના ઉત્સવ રમવા રાજાધિરાજના દરબારમાં આવે છે. વિશેષમાં ઠાકોરજીના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે અને ભગવાન તેમની મનોકામના પણ પૂર્ણ કરે છે. ભક્તોના સુચારુ વ્યવસ્થાપન માટે જિલ્લા પોલીસ તંત્ર, જિલ્લા વહીવટી તંત્ર ટેમ્પલ કમિટી અને સેવક ભાઈઓ ખડે પગે સેવા આપી રહ્યા છે. ફાગણી પૂનમના મેળામાં આવતા દર્શનાર્થીઓને તેમની યાત્રા સંબધિત અગત્યની માહિતિ સરળતાથી મળી શકે તે હેતુથી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ‘ડાકોર મેલા’ નામની એપ્લિકેશન બનાવવામાં આવી છે. જે ‘ડાકોર મેલા’ એપ પરથી મંદિરમાં દર્શનનો સમય, – લાઈવ દર્શન, લેટેસ્ટ ન્યુઝ, ડાકોરથી જતી ટ્રેઈનનું લીસ્ટ, ડાકોર ખાતે ના જિલ્લા વહીવટી તંત્રના કંટ્રોલ રૂમ નંબર, આરોગ્ય સેવાઓ, એકાદશી, પૂનમ, ઉત્સવોની યાદી, ડાકોર મંદિરનું ગુગલ મેપ લોકેશન, કઈ રીતે પહોંચવું તેની માહિતી, મેળાનો રૂટ મેપ, નજીકના જોવાલાયક સ્થળો, ન્યોછાવર લીસ્ટ, ડોનેશન માટે લિંક, સાંસ્કૃતિક કાર્યક્રમ અને અન્ય ફોટા સહિતની માહિતી મળી રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code