એક એવી ટેક્નોલોજી જેની મદદથી મોબાઈલમાં ઈન્ટરનેટ વગર જોઈ શકાશે વીડિઓ
ભારત સરકાર એક એવી ટેક્નોલોજી પર કામ કરી રહી છે જેના આવ્યા પછી તમે તમારા મોબાઈલમાં ઈંન્ટરનેટ વગર વીડિયો જોઈ શકશો. સાંભળવામાં થોડુ અજીબ લાગશે પણ આ સાચુ છે કે ભારત સરકાર D2M ડાઈરેક્ટ ટૂ મોબાઈલ ટેક્નોલોજી પર કામ કરી રહી છે. જો તમારે લાંબા સમય સુધી મોબીલ પર વગર ઈનેટરનેટ વીડિયો દેખવાનું સપનુ છે તો તે જલ્દી પૂરૂ થશે. આ બધુ D2M થી સંભવ થવાનું છે.
D2M બ્રોડકાસ્ટિંગ ટેક્નોલોજીને લઈને સરકારે કહ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં દરેકને ઉપલબ્ધ કરાવવામાં આવશે. D2M ટેક્નોલોજીની મદદથી વિડિયો અને અન્ય મલ્ટીમીડિયા કન્ટેન્ટ ઇન્ટરનેટ વગર મોબાઈલ પર જોઈ શકાય છે.
D2M એ ડાયરેક્ટ ટુ મોબાઈલ બ્રોડકાસ્ટિંગ ટેકનોલોજી છે જેને ઈન્ટરનેટની જરૂર નથી. D2M ની મદદથી તમે ઇન્ટરનેટ વગર તમારા સ્માર્ટફોન પર વીડિયો જોઈ શકો છો. તે ડાયરેક્ટ ટુ હોમ (DTH) જેવું છે. તેનો મોટો ફાયદો એ થશે કે તે વિસ્તારોના યુઝર્સ OTT એપ્સ પર પણ વીડિયો જોઈ શકશે જ્યાં ઈન્ટરનેટની સુવિધા નથી.
D2M દેશના બધા ખૂણે પહોંચશે. D2M રિલીઝ થયા પછી, ઓછામાં ઓછા વીડિયો જોવા માટે હાઈ-સ્પીડ ઈન્ટરનેટની જરૂરિયાત ખતમ થઈ જશે, પરંતુ તેની સાથે એક મોટી સમસ્યા એ છે કે હાલમાં બજારમાં ઉપલબ્ધ ફોનમાં તેને સપોર્ટ કરવામાં આવશે નહીં.