નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલને તિહાડ જેલ નંબરમાં પ્રથમ રાત પસાર કરી હતી. કેજરિવાલ પ્રથમવાર તિહાડ જેલમાં ગયા નથી. આ ત્રીજીવાર તિહાડ જેલમાં ગયા છે. રિપોર્ટ અનુસાર, અરવિંદ કેજરિવાલની જેલ નંબર 2માં પ્રથમ રાત અસહજ રહી હતી. તેમણે ઘરનું ભોજન લીધું હતું. આ એક નાની બેરેક છે. સામાન્ય રીતે બેરેકમાં એક જગ્યા ઉપર રહેવા, ઉંઘવા અને ટોયલેટની વ્યવસ્થા હોય છે. આ હાઈ સિક્યોરિટી સેલ છે. તેમના સેલની આસપાસ લગભગ અડધા ડઝન સીસીટીવી કેમેરા લાગેલા છે. જેનું મોનિટરિંગ જેલ મહાનિદેશક કરી રહ્યાં છે.
- જેલમાં રાતભર બેચેન રહ્યાં કેજરિવાલ
કેજરિવાલ તિહાડ જેલમાં પ્રથમ રાત બેચેન રહ્યાં હતા. મોડી રાત સુધી જાગ્યા હતા. 14 ફુટ લાંબા અને 8 ફુટ પહોંળા સેલમાં બંધ કેજરિવાલ આખી રાત પાસા ફેરવતા હતા. તેમણે રાતના ટીવી દેખ્યું નથી. રાતના ઉંઘ નહીં આવતા તેઓ મોડે સુધી બેટલ ઉપર બેઠા હતા અને કંઈક વિચારતા હતા. આ દરમિયાન તેમણે કેટલીક વાર પાણી પણ પીધું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર કેજરિવાલે રાતના ઘરનું ભોજન લીધું હતું.
- ત્રીજીવાર તિહાડ જેલમાં ગયા કેજરિવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અગાઉ બે વખત જેલમાં ગયા હતા. વર્ષ 2011માં લોકપાસ મામલે અન્ના હજારે આંદોલન કરી રહ્યાં હતા ત્યારે જેલમાં ગયા હતા. આ ઉપરાંત વર્ષ 2014માં ગડકરીએ કરેલા માનહાની કેસમાં બીજીવાર તિહાડ જેલ ગયા હતા. તે વખતે કેજરિવાલને જેલ સંખ્યા ચારમાં રાખ્યાં હતા.
- જેલ નંબર 2માં બંધ છે કેજરિવાલ
તિહાડ જેલ નંબર બેમાં અરવિંદ કેજરિવાલને રાખવામાં આવ્યાં છે. અહીં હાઈસિક્યોરિટી સેલમાં ગેંગસ્ટરથી લઈને અંડરવર્લ્ડ ડોન પણ બંધ છે. સુત્રોના જણાવ્યા અનુસાર જેલ નંબર 2માં ગેંગસ્ટર નીરજ બવાનિયા, અંડરવર્લ્ડ ડોન છોટા રાજન, હત્યા કેસનો આરોપી સુશીલ પહેલવાન અને પુજારી પંડિત બંધ છે.
- જેલમાં કેજરિવાલને મળશે આ સુવિધા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલને સોમવારે સાંજે તિહાડ જેલમાં મોકલવામાં આવ્યાં હતા. જેલ નંબર 2ના એક સેલમાં રાખવામાં આવ્યાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર કેજરિવાલ ત્રણ લેયર સુરક્ષામાં છે. તેમના સેલ અને આસપાસ લગભગ છ જેટલા સીસીટીવી કેમેરા લાગેલા છે. જેનું મોનિટરિંગ જેલના વડા કરે છે. આ ઉપરાંત સેલની સિરક્ષા એક હેડ વોર્ડર રાખવામાં આવ્યાં છે. ક્યુઆરટી ટીમ પણ 24 કલાક નજહ રાખે છે. સેલમાં એક ટીવીની પણ વ્યવસ્થા હશે. આ ઉપરાંત લાઈબ્રેરીમાં પુસ્તકોનો અભ્યાસ કરી શકે છે.
સોમવારે સાંજના લગભગ 4.02 કલાકે જેલ વેનથી અરવિંદ કેજરિવાલ તિહાડ જેલ નંબર બેમાં પહોંચ્યા હતા. જેલમાં પહોંચ્યા બાદ કાર્યાલવ પર લઈ ગયા હતા. જ્યાં તેમનું નામ, સરનામુ સહિતની અન્ય જાણકારી બાદ જેલ અધિકારીઓએ તેમનું મેડિકલ કરાવ્યું હતું. જે બાદ તેમને સેલમાં મોકલવામાં આવ્યાં હતા. જેલ સુત્રોના જણાવ્યા અનુસાર અદાલતના આદેશ અનુસાર તેમને સુવિધા આપવામાં આવશે. તેમણે અદાલતથી જેલમાં રોકાણ દરમિયાન કેટલાક પુસ્તક અને અન્ય સામાનની માંગ કરી છે. જે જેલ તંત્ર દ્વારા પુરુ પાડવામાં આવશે.