જન્મથી હિંદુ છું, રામનું અપમાન સહી શકું નહીં, બોલીને પાર્ટી પ્રવક્તા ગૌરવ વલ્લભે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું
નવી દિલ્હી: કોંગ્રેસને લોકસભા ચૂંટણી પહેલા વધુ એક મોટો આંચકો લાગ્યો છે. ફાયરબ્રાન્ડ રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ વલ્લભે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ગૌરવ વલ્લભે રાજીનામું આપતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને એક લાંબી ચિઠ્ઠી પણ લખી છે. તેમણે કહ્યુ છે કે જ્યારે મેં પાર્ટી જોઈન કરી હતી, ત્યારની કોંગ્રેસ અને હાલની કોંગ્રસમાં આસમાન-જમીનનું અંતર આવી ગયું છે.
ગૌરવ વલ્લભે કહ્યુ છે કે કોંગ્રેસ પાર્ટી રાહ ભટકી ગઈ છે. તેમણે કહ્યુ ચે કે ગત કેટલાક વર્ષોથી હું પાર્ટીમાં કોઈ યોગ્ય સ્ટેન્ડ લઈ શકતો નતી. પાર્ટામં બૌદ્ધિક અને નવા આઈડિયાવાળા યુવાઓની કોઈ કદર થઈ રહી નથી. પાર્ટી ગ્રાઉન્ડ લેવલ પર કોઈનાથી કનેક્ટ નથી થઈ રહી.
ગૌરવ વલ્લભે તેની સાથે કોંગ્રેસના સત્તાથી દૂર રહેવાના કારણ પણ ગણાવ્યા. તેમણે કહ્યુ છે કે પાર્ટી મજબૂત વિપક્ષની ભૂમિકા પણ યોગ્ય રીતે નિભાવી રહી નથી, જેનાથી સામાન્ય કાર્યકર્તાઓ નારાજ છે. ગૌરવે કહ્યુ છે કે મોટા નેતાઓ અને જમીની કાર્યકર્તાઓમાં અંતર વધી ગયું છે, જેનાથી પાર્ટીને નુકશાન થઈ રહ્યું છે અને તે સત્તાથી દૂર છે.
ગૌરવ વલ્લભે ચિઠ્ઠીમાં આગળ લખ્યુ છે કે તેઓ અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં નહીં જવાના પાર્ટીના સ્ટેન્ડથી પણ ઘણાં ખફા હતા. તેમણે કહ્યુ છે કે તેઓ જન્મથી હિંદુ અને શિક્ષક છે, રામનું અપમાન સહી શકે નહીં. તેમણે કહ્યુ છે કે પાર્ટીના કેટલાક નેતાઓ સનાતનના વિરોધમાં બોલે છે અને પાર્ટીનું તેના પર ચુપ રહેવું તેને મૌન સ્વીકૃતિ આપવા જેવું છે.
ગૌરવ વલ્લભે કહ્યુ છે કે પાર્ટી હવે દિશાહીન થઈ ગઈ છે, હું સવાર સાંજ સનાતનનો વિરોધ અને દેશની વેલ્થ ક્રિએટર્સને ગાળ આપતા સાંભળી શકું નહીં.