IAFના હેલિકોપ્ટરનું લડાખમાં ઈમરજન્સી લેન્ડિંગ, પાયલટ સુરક્ષિત
લેહ: ભારતીય વાયુસેનાના એક અપાચે હેલિકોપ્ટરને લડાખમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડયું છે. તે દરમિયાન ઉતાર-ચઢાવવાળા વિસ્તાર અને વધારે ઊંચાઈને કારણે હેલિકોપ્ટરને નુકશાન પહોંચ્યું છે. તેમાં સવાર બંને પાયલટ સુરક્ષિત છે. વાયુસેનાએ ગુરુવારે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યુ કે ઘટના બુધવારે બની.
વાયુસેનાએ ઘટનાની કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે. ભારતીય વાયુસેનાએ એક સંક્ષિપ્ત નિવેદનમાં કહ્યુ છે કે આઈએએફના અપાચે હેલિકોપ્ટરે 3 એપ્રિલને લડાખમાં એક સંચાલન પ્રશિક્ષણ ઉડાણ હેઠળ ઈમરજન્સી લેન્ડિંગ કર્યું છે. આ લેન્ડિંગની પ્રક્રિયા દરમિયાન, ઉતાર-ચઢાવવાળા વિસ્તાર અને ઉચ્ચ ઊંચાઈને કારણે તેને નુકશાન થયું.
તેમા કહેવામાં આવ્યું છે કે વિમાન પર સવાર બંને પાયલટ સુરક્ષિત છે અને તેમને નજીકના એરબેઝ પર લઈ જવામાં આવ્યા છે. કારણની જાણકારી મેળવવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.