જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370ને બહાલ કરવાની તૈયારીમાં કૉંગ્રેસ, સ્મૃતિ ઈરાનીએ લગાવ્યો આરોપ
નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી અને અમેઠીથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના ઘોષણાપત્રની ટીકા કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ સત્તામાં આવવા પર જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370ને બહાલ કરવાની યોજના બનાવી રહી છે. લોકસભા ચૂંટણી માટે દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં રેલીઓમાં ભાગ લઈ રહેલા સ્મ઼ૃતિ ઈરાનીએ શુક્રવારે મોડી સાંજે શહારના વેપારીઓની સાથે સંવાદ બેઠક કરી હતી. તેમાં તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે પોતાનું ઘોષણાપત્ર જાહેર કરી દીધું છે અને તેમાં લખ્યુ છે કે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો પૂર્ણ રીતે બહાલ કરવામાં વશે, પરંતુ દબાયેલા શબ્દોમાં તેઓ કહે છે કે જો તેમને સત્તા મળશે તો અનુચ્છેદ-370ને બહાલ કરશે, જેને અમે રદ્દ કરી દીધો હતો. સ્મૃતિ ઈરાનીએ કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે કે કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારત એક છે, પરંતુ રાહુલ ગાંધી કહે છે કે નહીં.
સ્મૃતિ ઈરાનીએ એ પણ આરોપ લગાવ્યો છે કે સરકાર તરફથી યુએપીએએ અધિનિયમ હેઠળ પીપલ્સ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા પર પ્રતિબંધ લગાવવા છતાં રાહુલ ગાંધી સંગઠન પાસેથી ટેકો સ્વીકારી રહ્યા છે. તેમણે કહ્યું ચે કે કોંગ્રેસની હવે એ સ્થિતિ થઈ ગઈ છે કે તેમને ચૂંટણી જીતવા માટે આતંકી જૂથોને ટેકો લેવો પડી રહ્યા છે. તેમણે કહ્યુ છે કે કોંગ્રેસની હવે એ સ્થિતિ થઈ ગઈ છે કે તેમને ચૂંટણી જીતવા માટે આતંકવાદી સંગઠનોનું સમર્થન લેવું પડી રહ્યું છે. તેમણે વાયનાડ સંસદીય ક્ષેત્રમાંથી રાહુલ ગાંધીના નામાંકન સંદર્ભે ડાબેરી સદસ્યોના વ્યવહારમાં કથિત વિરોધાભાસને ઉજાગર કર્યો છે. સ્મૃતિ ઈરાનીએ આરોપ લગાવ્યો છે કે જ્યાં ડાબેરી તેના દક્ષિણમાંથી ચૂંટણી લડવા પર અસંતોષ વ્યક્ત કરે છે, તો તેઓ દિલ્હીમાં તેમના ટેકેદાર દેખાય રહ્યા છે.
ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું છે કે વાયનાડમાં કોંગ્રેસ નેતાના તાજેતરના નામાંકને લઈને કેટલાક મુદ્દા ચાલી રહ્યા છે અને ડાબેરી અહીંતી તેમના ચૂંટણી લડવાથી નાખુશ છે. તેમણે કહ્યું છે કે જ્યારે ડાબેરી સદસ્ય દિલ્હી જાય છે, તો તેમને ગળે લગાવતા દેખાય છે. હવે નોબ એ આવી ગઈ છે કે દિલ્હીમાં ગળે લાગવાનું, કેરમળમાં ભીખ માંગવાની અને કર્ણાટકમાં ઠગવાનું. તેમણે સવાલ કર્યો છે કે તેઓ (રાહુલ ગાંધી) ઉત્તરપ્રદેશથી ચૂંટણી કેમ લડી રહ્યા નથી. ઈરાનીએ મહિલાઓના ડેલી શોપ ઓપેરા જેવા મનોરંજનમાં વ્યસ્ત રહેવાના સ્થાને ગંભીર રાજકીય મુદ્દાઓમાં પોતાની ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો છે. સ્મૃતિ ઈરાનીએ મહિલાઓને રાજકીય જાગરૂકતા અને ભાગીદારીની પ્રાથમિકતા આપવાનો પણ આગ્રહ કર્યો છે. તેમણે કહ્યું છે કે જે લોકો રાજકારણને ગંભીરતાથી લે છે,તે જ સામાજીક અને રાજકીય રીતે પ્રગતિ કરી શકે છે.