બેકિંગ સોડા પેસ્ટ: એક ચમચી બેકિંગ સોડા અને થોડું પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને સ્ક્રેચ પર લગાવો અને હલ્કા હાથે ઘસો. પછી ચોખ્ખા પાણીથી ધોઈ લો અને સૂકા કપડાથી સાફ કરો.
ટૂથપેસ્ટનો ઉપયોગ: નોન-જેલ વ્હાઈટિંગ ટૂથપેસ્ટને સુતરાઉ કાપડ પર લગાવો અને સ્ક્રેચ પર હલ્કા હાથે ઘસો. વધારે સખત ઘસવું નહીં તેનું ધ્યાન રાખો. પછી પાણીથી ધોઈને લૂછી લો.
કાર વેક્સઃ ઘણા લોકો કાર વેક્સનો ઉપયોગ કરે છે. થોડું કાર વેક્સ લો અને તેને સ્ક્રેચ પર લગાવો, પછી થોડું ઘસો. આ સ્ક્રેચેસને ઓછા દેખાવવામાં મદદ કરી શકે છે.
પેટ્રોલિયમ જેલીઃ સ્ક્રેચ પર પેટ્રોલિયમ જેલીનું પાતળું પડ લગાવો. આ સ્ક્રેચને ભરવાનું કામ કરે છે અને તે ઓછું દેખાય છે. પછી તેને સ્વચ્છ કપડાથી સાફ કરો.
નાળિયેર તેલ કે મીણબત્તીનો ઉપયોગ કરો: નાળિયેર તેલ કે મીણ પ્લાસ્ટિક લેન્સ માટે ખૂબ જ ઉપયોગી છે. તેને સ્ક્રેચ પર લગાવો અને પછી તેને કપડાથી લૂછી લો.