લોકસભા ચૂંટણીઃ વડોદરા શહેરમાં 10 યુવા મતદાન મથકો ઉભા કરવામાં આવશે
અમદાવાદઃ વડોદરા જિલ્લામાં લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન 7 મે, 2024ના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ વડોદરા જિલ્લામાં વિધાનસભા દીઠ એક એમ કુલ 10 યુવા મતદાન મથકો ઉભા કરવામાં આવશે. વડોદરા જિલ્લાના 10 મતદાન મથકનું સંચાલન પ્રિસાઈડિંગ અધિકારીથી લઈ પોલિંગ કર્મીઓ, પોલીસ સ્ટાફ સહિત યુવા અધિકારી, કર્મીઓ કરશે.
આ 10 મતદાન મથકો પર યુવા અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ બજાવશે :
સાવલી વિધાનસભા મત વિભાગમાં શેખુપુરા પ્રાથમિક શાળા
વાઘોડિયામાં ભાવપુરા પ્રાથમિક શાળા
ડભોઈમાં કન્યા શાળા
વડોદરા શહેરમાં શ્રી મોરારજી દેસાઈ ઈન્સ્ટીટ્યુટ ઓફ નેચરોપેથી એન્ડ યોગિક સાયન્સ
સયાજીગંજમાં બરોડા હાઈસ્કુલ
અકોટામાં કેળવણી ટ્રસ્ટ વિદ્યાલય
રાવપુરામાં બ્રાઇટ સ્કૂલ
માંજલપુરમાં શ્રેયસ વિધાલય
પાદરામાં સેવાસી હાઈ સ્કુલ
કરજણમાં હરસુંડા પ્રાથમિક શાળા