લખનૌઃ રામ નવમીની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. અયોધ્યાનગરી પણ આજના પાવન પર્વ પર રામમય બની છે. સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રભુ શ્રી રામજીના દર્શન કરવા ઉમટી પડ્યાં હતા. અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ પ્રથમ રામ નવમી છે. રામલલાને સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. લગભગ ચાર મિનિટ સુધી રામલલાની મૂર્તિના મસ્તક પર સૂર્યના કિરણો નજર આવ્યાં છે. પ્રભુ શ્રી રામજીની આ તસ્વીર જોઈને ભક્તો પણ ભાવ વિભોર થઈ ગયા હતા.
सत्यसंधान, निर्वानप्रद, सर्वहित, सर्वगुण-ज्ञान-विज्ञानशाली।
सघन-तम-घोर-संसार-भर-शर्वरी नाम दिवसेश खर-किरणमाली॥सूर्यकुल भूषण श्री रामलला के ललाट पर सुशोभित भव्य 'सूर्य तिलक' आज अखिल राष्ट्र को अपने सनातन गौरव से आलोकित कर रहा है।
जय जय श्री राम! pic.twitter.com/t0dO26tS1F
— Yogi Adityanath (मोदी का परिवार) (@myogiadityanath) April 17, 2024
રામ નવમી પર્વને લઈને વહેલી સવારથી જ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. ભક્તોએ સરયૂ નદીમાં સ્નાન કરીને પ્રભુના દર્શન કર્યાં હતા. રામલલાને આજે પીળા રંગના વસ્ત્રો ઉપરાંત સોના-ચાંદીના સુંદર આભુષણોનું શ્રૃંગાર કરવામાં આવ્યો છે. રામ નવમીના પર્વ નિમિત્તે પ્રભૂ શ્રી રામજીને વિશેષ મુકટ, કુંડલ, બાજુ બંધ, કમર બંધ અને ગળામાં હાર ધારણ કરાવવામાં આવ્યો છે. રામલલાનું આ ભવ્ય સ્વરૂપે શ્રદ્ધાળુઓનું મનમોહી લીધું છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી કે, શ્રી રામ નવમીની પાવન બેલા ઉપર આજે શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પ્રભુ શ્રી રામલલા સરકારને દિવ્ય અભિષેક કરવામાં આવ્યો છે. રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસજીએ જણાવ્યું હતું કે, રામલલાને છપ્પન ભોગ ચડાવાયો છે. પુરી વ્યવસ્થા કરી લેવામાં આવી છે. આજે રામ નવમીનો મેળો છે. ભક્તો પોતાના પ્રભુને પ્રાર્થના કરી રહ્યાં છે, અને આજે બધુ જ ખુબ ખાસ છે.