1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. AMC દ્વારા 267 બગીચાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા, ચાર રસ્તાઓ પર વોટર સ્પ્રીન્કલર લગાવાશે
AMC દ્વારા 267 બગીચાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા, ચાર રસ્તાઓ પર વોટર સ્પ્રીન્કલર લગાવાશે

AMC દ્વારા 267 બગીચાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા, ચાર રસ્તાઓ પર વોટર સ્પ્રીન્કલર લગાવાશે

0
Social Share

અમદાવાદઃ શહેરમાં કાળઝાળ ગરમીની શહેરના જનજીવન પર અસર જોવા મળી રહી છે. બપોરના ટાણે શહેરના માર્ગો પર ટ્રાફિકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શહેરના તમામ બગીચાઓમાં સવારથી બપોર સુધી તેમજ રાત્રે ઘણાબધા લોકો કૂદરતી ઠંડક મેળવવા માટે આવતા હોય છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 267 બગીચાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ઉપરાંત શહેરના મણિનગર પુષ્પકૂજ ક્રોસ રોડ પર મુકાયેલા વોટર સ્પ્રિન્કલરને સફળતા મળ્યા બાદ હવે પાંજરાપોળ ક્રોસ રોડ તેમજ અમરાઈવાડી નાગરવેલ હનુમાન ચાર રસ્તા પાસે વોટર સ્પ્રીન્ક્લર લગાવવામાં આવશે. શહેરીજનોને બપોરના સમયે કામવિના ઘરની બહાર ન નિકળવા તેમજ બાહ્ય ખોરાક આરોગતા પહેલા વાસી તો નથીને તેની તકેદારી રાખવા મ્યુનિ.એ અપિલ કરી છે.

અમદાવાદ શહેરમાં આગામી પાંચ દિવસ તાપમાનનો પારો 42 ડિગ્રી રહેશે. અને ત્યારબાદ પણ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. શહેરમાં 11 એપ્રિલથી 21 એપ્રિલ સુધીમાં ગરમીના કારણે પેટમાં દુખાવો, ઝાડા-ઊલટી, માથું દુખવું, ચક્કર આવવા, ભારે તાવ આવવો જેવા કુલ 4468 કેસો નોંધાયા છે. શહેરમાં ગરમીના કારણે સૌથી વધુ પેટમાં દુખાવાના અને ઝાડા-ઊલટીના કેસોમાં વધારો થયો છે. ત્યારે ગરમીની ઋતુમાં લોકોએ પોતાના આરોગ્યની વધુ તકેદારી રાખવી જરૂરી છે. આગામી દિવસોમાં ગરમી વધવાની શક્યતાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હિટ એક્શન પ્લાન અંતર્ગત કામગીરી કરવામાં આવી રહી છે.

અમદાવાદ મ્યુનિ,કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, હાલમાં મણીનગર પુષ્પકુંજ ચાર રસ્તા અને શાહઆલમ ચાર રસ્તા પાસે વોટર સ્પ્રીન્ક્લર લગાવવામાં આવ્યા છે. શહેરના રીંગ રોડ પર વસ્ત્રાલ પાંજરાપોળ ચાર રસ્તા અને અમરાઈવાડી નાગરવેલ હનુમાન ચાર રસ્તા પાસે વોટર સ્પ્રીન્ક્લર લગાવવામાં આવશે. 13 જેટલા AMTS બસ ડેપો અને 164 BRTS બસ સ્ટેન્ડ પર પીવાના પાણી અને ORS રાખવામાં આવ્યા છે. ચાલુ એપ્રિલ મહિનામાં ગરમીને લઈ 41 જેટલા લોકોને ગરમીની અસર થતા સારવાર આપવામાં આવી હતી. એએમસી સંચાલિત 267 જેટલા ગાર્ડનમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરમાં આવેલા 75 જેટલા ફુવારા માંથી હાલ 64 જેટલા ફુવારા ચાલુ છે. 47163 જેટલા ORSના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code