1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. સવારે આ હેલ્થી અને ચટપટો નાસ્તો કરો, જાણો મસૂર દાળવડા રેસિપી
સવારે આ હેલ્થી અને ચટપટો નાસ્તો કરો, જાણો મસૂર દાળવડા રેસિપી

સવારે આ હેલ્થી અને ચટપટો નાસ્તો કરો, જાણો મસૂર દાળવડા રેસિપી

0
Social Share

જો તમે સવારે કંઈક નવું ટ્રાય કરવા માંગતા હોવ તો આ ક્રન્ચી વડાની રેસીપી અજમાવો.

મસૂર દાળ વડા બનાવવાની સામગ્રી

1 કપ મસૂર દાળ2 લીલા મરચા1/2 ચમચી કાળા મરી1 સમારેલી ડુંગળી4 ચમચી સરસવનું તેલ4 લસણ1 ઇંચ આદુ1 ટીસ્પૂન જીરું પાવડરજરૂરિયાત મુજબ મીઠુંચમચી કોથમીર

મસૂર દાળ વડા બનાવવાની રીત
સ્ટેપ 1- દાળને પલાળી દો
દાળને 3-4 વાર ધોઈને એક વાસણમાં પાણીમાં પલાળી દો. તેને લગભગ એક કલાક સુધી પલાળી દો.

સ્ટેપ 2- મસૂરની પેસ્ટ બનાવો
પાણી નીતારી લો અને દાળને બ્લેન્ડરમાં અધકચરું ક્રશ કરી લો. તેમાં લસણની કળી, આદુ, લીલું મરચું અને થોડું પાણી ઉમેરો.

સ્ટેપ 3- ડુંગળીને સમારી લો
હવે ડુંગળીને પાતળા અને લાંબા સ્લાઈસમાં કાપો.

સ્ટેપ 4
મસૂરની પેસ્ટને એક બાઉલમાં કાઢી લો. તેમાં મીઠું, કાળા મરી પાવડર, જીરું પાવડર, સમારેલી કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ઝીણી સમારેલી ડુંગળી પણ ઉમેરો.

સ્ટેપ 5- દાળ વડાને ફ્રાય કરો
એક નોન-સ્ટીક પેનમાં સરસવનું તેલ ગરમ કરો. હવે દાળના મિશ્રણને ચમચી વડે બહાર કાઢીને કડાઈમાં મૂકો. બધા વડાઓને બંને બાજુથી હલકા ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.

સ્ટેપ 6- સર્વ કરવા માટે તૈયાર
તમારા સ્વાદિષ્ટ મસૂર દાળ વડા હવે સર્વ કરવા માટે તૈયાર છે.
વડા સાથે તમે સાંભાર અને નારિયેળની ચંટણી ખાઇ શકો છો. તેની સાથે વડા બહુ જ ટેસ્ટી લાગશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code