કુંડળીમાં મંગળની સ્થિતિને આધારે તેની મહાદશા આપશે ફળ, જાણો બન્ને સ્થિતિમાં કેવી હોય છે વ્યક્તિની પ્રકૃતિ
જ્યોતિષ મુજબ મંગળની મહાદશા તમને કેવુ ફળ આપશે તે તમારી કુંડળી પર આધાર રાખે છે. કેમ કે મંગળની મહાદશા સકારાત્મક અને નકારાત્મક એમ બન્ને પ્રકારના ફળ આપે છે. જો મંગળ તમારી કુંડળીમાં શુભ સ્થિતિમાં હોય તો સુખ સમૃદ્ધિ આપે અને જો અશુભ સ્થિત હોય તો નેગેટિવ પરિણામ આપે છે.
મંગળની મહાદશા વ્યક્તિ પર 7 વર્ષ સુધી ચાલે છે. મંગળ ગ્રહ ઉર્ઝા, શક્તિ, સાહસ, પરાક્રમનું પ્રતિક મનાય છે. જો કુંડળીમાં મંગળ કમજોર હોય તો વ્યક્તિને 7 વર્ષ સુધી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આવો જાણીયે મંગળની મહાદશાની અસર વિશે.
- જો કુંડળીમાં મંગળ કમજોર હોય તો ?
જો તમારી કુંડળીમાં મંગળ ગ્રહ અશુભ એટલે કે, કમજોર/નીચે બિરાજમાન હોય તો તે વ્યક્તિને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. દુર્ઘટનાનો ખતરો રહે છે. તે વ્યક્તિનું દાંપત્ય જીવન બગડે છે. લગ્ન મોડા થાય છે. જમીનનો વિવાદ અને દેવા જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. સાહસી કામ નથી થતુ, ડરપોક પ્રકૃત્તિ થઈ જાય છે. પ્રોપર્ટીનું નુકસાન થઈ શકે છે. આવા વ્યક્તિઓએ હનુમાનની ઉપાસના કરવી જોઈએ
- જો મંગળ શુભ સ્થિત હોય તો ?
જો કુંડળીમાં મંગળ શુભ સ્થળે હોય તો તે વ્યક્તિ સાહસી બને છે. તેવા લોકો પોલીસ કે સેનામાં કરિયર બનાવી શકે છે. તેમને સમાજમાં માન-સન્માન મળે છે. જો આવા લોકોની મહાદશા ચાલતી હોય તો તેમને શુભ ફળ મળે છે. તેમને પૈતૃક સંપત્તિનો લાભ થઈ શકે છે.