1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મતદાર ન હોય એવા બહારના રાજકીય કાર્યકર્તાઓને મત વિભાગ છોડી જવા પંચની સુચના
મતદાર ન હોય એવા બહારના રાજકીય કાર્યકર્તાઓને મત વિભાગ છોડી જવા પંચની સુચના

મતદાર ન હોય એવા બહારના રાજકીય કાર્યકર્તાઓને મત વિભાગ છોડી જવા પંચની સુચના

0
Social Share

ગાંધીનગરઃ મુક્ત, ન્યાયી અને પારદર્શી ચૂંટણીઓ યોજવા ભારતનું ચૂંટણી પંચ અને રાજ્યનું ચૂંટણી તંત્ર પ્રતિબદ્ધ છે ત્યારે તા. 7 મે ના રોજ યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચની સૂચનાઓ અને માર્ગદર્શિકાઓનું રાજ્યભરમાં સુચારૂ પાલન થાય તે માટેની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. મતદાનની પ્રક્રિયા મતદારો માટે સુખદ અનુભવ બની રહે તે માટે ગુજરાતનું ચૂંટણી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. તેમઅધિક મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ. કુલદીપ આર્યએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડી ગયા છે. જે તે મત વિભાગના મતદાર ન હોય તેવા અને મત વિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈ પણ પક્ષના રાજકીય કાર્યકર્તા, પક્ષના પ્રચારક વગેરે ચૂંટણી પ્રચારનો અંત આવતાં જે તે મત વિભાગ છોડીને જતા રહે તેની ચૂંટણી તંત્ર તથા પોલીસ વહીવટી તંત્ર દ્વારા ખાતરી કરવામાં આવશે. આ સમયગાળામાં પ્રચાર-પ્રસાર પર પ્રતિબંધ ઉપરાંત કલ્યાણ મંડપો, સામુદાયિક હૉલ, સમાજની વાડીઓ વગેરે મકાનની હદમાં, હૉસ્ટેલ્સ તથા ધર્મશાળાઓમાં લોકસભા મતદાર વિભાગ સિવાયની બહારની વ્યક્તિઓ ન રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે. સાથે જ લોકસભા મતદાર વિભાગમાં ચેક-પોસ્ટો ખાતે પણ મતદાર વિભાગ બહારના વાહનોની અવર- જવરની પણ તપાસ કરવામાં આવશે.

તેમણે ઉમેર્યુ હતું કે,  રાજ્યમાં કોઈપણ જગ્યાએ અનિચ્છનિય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં કોઈપણ પ્રકારના પ્રલોભન કે ડર વિના તેમજ પારદર્શી રીતે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે પુરતા પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં ‘ડ્રાય-ડે’ જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા 48 કલાકમાં લાઉડસ્પીકરના ઉપયોગ પર પણ પ્રતિબંધ રહેશે. ઉપરોક્ત બાબતનો સંપૂર્ણ અમલ થાય તે માટે સંબંધિતોને સૂચના આપવામાં આવી છે. તેમજ આ સમયગાળા દરમિયાન સિનેમેટોગ્રાફ, ટેલિવિઝન જેવા તમામ ઈલેક્ટ્રોનિક મીડિયા પર ચૂંટણી સંબંધિત કોઈપણ બાબતોનું પ્રસારણ પ્રતિબંધિત રહેશે. જેમાં મતદાન અંગે કરવામાં આવતા સર્વેક્ષણ-Exit Poll તથા Opinion Poll પર પણ પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત પ્રિન્ટ મીડિયામાં આ સમયગાળા દરમિયાન ચૂંટણી તંત્ર દ્વારા પ્રિ-સર્ટિફિકેશન કરાયું ન હોય તેવી જાહેરાતો પ્રકાશિત કરી શકાશે નહીં.

મતદાનના દિવસે Heat Wave ની સંભાવના ને ધ્યાનમાં રાખીને મતદારોને ગરમીના કારણે મુશ્કેલી ન અનુભવાય તે માટે તમામ મતદાન કેન્દ્રો પર પૂરતા પ્રમાણમાં છાંયડો રહે તે માટે શેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મતદાન કેન્દ્રો ખાતે મેડિકલ કીટ ઉપલબ્ધ હશે, તેમજ તાત્કાલિક સારવાર માટે જરૂરી દવાઓ અને ORS ની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વધુ ગરમીના કારણે Sun Stroke થી અસરગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે Sector Officer સાથે પ્રાથમિક સારવાર માટેની જરૂરી તમામ મેડિકલ સુવિધાઓથી સજ્જ Medical Team ઉપલબ્ધ રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code