કોંગ્રેસ-ઈન્ડી ગઠબંધનને રાષ્ટ્રીય હિતની પરવા નથીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
ભોપાલઃ મધ્ય પ્રદેશનાં ખરગોનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધી સભા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, “હું આજે વિકસિત ભારતના સંકલ્પ માટે તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. નર્મદાના કિનારે રહેતા લોકો પૂછનારાઓને નિરાશ કરતા નથી અને હું તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. તમારા એક મતે 500 વર્ષની રાહ પૂર્ણ કરી અને ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવ્યું. આ માત્ર ટ્રેલર છે, હજુ ઘણું કરવાનું બાકી છે.”
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “પાકિસ્તાનમાં આતંકવાદીઓ જેહાદની ધમકી આપી રહ્યાં છે અને અહીં કોંગ્રેસના લોકોએ પણ મારા વિરુદ્ધ વોટ આપવાની જાહેરાત કરી છે. આજકાલ બંધારણને લઈને જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. આ લોકો દેશને આગ લગાડવાની વાત કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોંગ્રેસ-ઈન્ડી ગઠબંધનને વિશ્વાસ અને રાષ્ટ્રીય હિતની પરવા નથી. કોંગ્રેસનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. કોંગ્રેસના ભૂતપૂર્વ સીએમએ કહ્યું કે અમારી સેના આતંકવાદી હુમલાઓ કરે છે, પાકિસ્તાન નિર્દોષ છે. કોંગ્રેસના અન્ય એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે મુંબઈ આતંકવાદી હુમલામાં પણ પાકિસ્તાનનો કોઈ હાથ નથી. અન્ય એક નેતાએ ભારતને ધમકી આપી કે પાકિસ્તાને બંગડીઓ નથી પહેરી. પાકિસ્તાન માટે આટલો પ્રેમ અને આપણી સેના માટે આટલી નફરત.”
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોંગ્રેસની નજર તમારી કમાણી અને તમારા અનામત પર છે. કોઈને કોઈ બહાને તેઓ તમારી મિલકત લૂંટવા માગે છે અને તમારું આરક્ષણ પણ લઈ લેવા માગે છે. તુષ્ટિકરણ માટે કોંગ્રેસ એસસી-એસટી-ઓબીસીના અધિકારોના અનામતને ધર્મના આધારે લૂંટીને વહેંચવા માંગે છે.