ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુરજીની જન્મજ્યંતિ, એશિયાનો પ્રથમ નોબેલ પુરસ્કાર મળ્યો હતો
ભારતીય રાષ્ટ્રગાનના રચેતા અને એશિયાના પ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા ગુરુ રવીન્દ્રનાથ ઠાકુરની આજે જન્મજ્યંતિની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુદેવ રવીન્દ્રનાથજીનો જન્મ 7મી મે 1861ના રોજ જોરાસાંકો ઠાકુરબારી, કોલકત્તા ખાતે થયો હતો. વિખ્યાત કવિ, સાહિત્યકાર અને દાર્શનિક તરીકે જાણીતા છે. તેમને એશિયોનો પ્રથમ નોબેલ પુરસ્કાર મળ્યો હતો. તેમજ ભારત અને બાંગ્લાદેશના રાષ્ટ્રગાનની રચના તેમને જ કરી હતી. ભારતના રાષ્ટ્રીય ગીત જન ગણ મન અને બાંગ્લાદેશના આમાર સોનાર બાંડલાની રચના ગુરુદેવજી રવિન્દ્રનાથજીએ કરી છે.
નોબેલ પુરસ્કાર બાદ રવીન્દ્રનાથ ઠાકુરનો જાપાનમાં યુવાઓને સંબોધન કરવાનો કાર્યક્રમ નિશ્ચિત થાય છે. નિશ્ચિત દિવસે જાપાન જાય છે. પણ આયોજકો ચિંતિત છે. હોલમાં ફક્ત આંગળીના વેઢે ગણાય એટલા જ યુવાનો. આવું કેમ બન્યું હશે❓ કેમ નોબલ પુરસ્કાર વિજેતાને સાંભળવા આટલી પાંખી ઉપસ્થિતિ❓જાણવાનો પ્રયાસ કર્યો તો જાણવા મળ્યું કે જાપાની યુવકોનો એક જ મત હતો કે એવા નોબેલ પુરસ્કાર વિજેતાને શું સાંભળવા કે જેમનો દેશ પરતંત્ર હોય. પહેલાં તે પોતાના દેશને સ્વતંત્ર કરાવે પછી અમે તેમને સહર્ષ સાંભળીશું.