વડોદરામાં જરોદ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં આગ લાગતા ડિટેઈન કરેલા 25 વાહનો લપેટાયાં
વડોદરાઃ ગરમીની સીઝનમાં પણ શહેર અને જિલ્લામાં આગના બનાવો બની રહ્યા છે. ત્યારે જિલ્લાના જરોદ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ડિટેઈન કરીને રખાયેલા વાહનોનોમાં બપોરના ટાણે એકાએક આગ લાગી હતી. આ આગને કારણે 25 જેટલા વાહનો આગમાં લપેટાયા હતા અને સારૂએવું નુકશાન થયું હતું. આગનું કારણ હજુ જાણવા મળ્યું નથી. આગના બનાવની જાણ કરાતા વડોદરા ફાયર બ્રિગેડના જવાનો ફાયટરો સાથે દોડી આવ્યા હતા. અને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી, પોલીસે પણ આગ લાગ્યાના બનાવની તપાસ શરૂ કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરાના વાઘોડિયા તાલુકામાં હાલોલ રોડ પર આવેલા જરોદ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડ નજીક પડેલા ઘાસના પૂળામાં આગ લાગી હતી, આગે જોતજાતોમાં પોલીસ કમ્પાઉન્ડમાં રખાયેલા વાહનોને લપેટમાં લીધા હતા. પોલીસે જુદા જુદા ગુનામાં કબજે કરેલા વાહનો પોલીસ કમ્પાઉન્ડમાં રાખવામાં આવ્યા હતા. જેમાં આગ લાગી હતી. આગની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો. અને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી.
ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, વડોદરાના જરોદ પોલીસ સ્ટેશન નજીક ઘાસના પૂળામાં પ્રથમ આગ હતી. અને ત્યારબાદ પોલીસે ડિટેઈન કરેલા વાહનો આગની ચપેટમાં આવ્યા છે. પોલીસે જમા લીધેલા 25 થી 30 વાહનને આગમાં નુકસાન થયુ છે. જો કે હજી આગ લાગવાનું કારણ જાણવા મળ્યુ નથી. પ્રાથમિક વિગતો મુજબ, આગમાં 15 જેટલા ટુ-વ્હીલર, 7 કાર, ટેમ્પો અને રિક્ષા જેવા વાહનોને નુકશાન થયું હતું. (પ્રતિકાત્મ તસવીર)