ભાભરઃ રાજ્ય સરકાર આયોજિત વર્ષ 2023- 24 ધોરણ 12 આર્ટસ અને સાયન્સ બોર્ડમાં ભાભર તાલુકા કક્ષાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ 100% પરિણામ સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. ભાભર તાલુકા કક્ષાએ શિક્ષણની સાથે સાથે અનેક ક્ષેત્રોમાં મોખરાનું સ્થાન ધરાવતી રાધે ઇન્ટરનેશનલ સ્કૂલ ભાભરના બાળકોએ ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કર્યું છે.
ધોરણ 12 આર્ટસમાં ચૌધરી નિધીબેન પાચાભાઈ 98.57 PR સાથે સમગ્ર ભાભર તાલુકા કેન્દ્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. બારોટ બંસીબેન ચેનજીભાઈ 98.34 PR સાથે બીજા ક્રમે, પારેગી પાર્વતીબેન હીરાભાઈ 93.36 PR સાથે ત્રીજા ક્રમે, ઘાંચી હીનાબેન કરીમભાઈ 93.18 PR સાથે ચોથા ક્રમે, રબારી કોમલબેન કરસનભાઈ 88.77 PR સાથે પાંચમા ક્રમે આવેલ છે.
આ શ્રેષ્ઠ પરિણામ લાવવા બદલ ટ્રસ્ટી ગણ તથા તમામ શાળા પરિવાર વતી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ, શિક્ષકમિત્રો તથા તેમના પરિવાર જનોને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવે છે. આ જ રીતે ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરી તમારુ તમારા પરિવાર અને શાળાનું નામ રોશન કરતા રહો તેવી શુભકાનાઓ પાઠવવામાં આવી.