સરકાર ઈલેક્ટ્રિક ટુ-વ્હિલર પર સમાપ્ત કરી શકે છે સબસિડી, રિપોર્ટમાં દાવો
ઈલેક્ટ્રિક ટુ-વ્હિલર પર સબસિડી થોડાક અઠલાડિયામાં સમાપ્ત થવાની સંભાવના છે. કેમ કે સરકાર ફાસ્ટર એડોપ્શન એન્ડ મૈન્યુફેક્ચરિંગ ઓફ ઈલેક્ટ્રિક વ્હિકલના ત્રીજા ચરણ એટલે ફેમ3ને લાગૂ કરવાના મૂડમાં નથી.
આ વર્ષની શરૂઆતમાં સરકારે પહેલાથી સબસિડી ઓછી કરી દીધી છે. જેના લીધે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સની માંગમાં ઘટાડો થયો હતો. માંગ હવે સ્થિર થઈ રહી હોવાનું જણાય છે, જેના કારણે સરકારી અધિકારીઓ એવી દલીલ કરે છે કે ક્લીન-ઈંધણવાળા વાહનોમાં ટ્રાન્જેશન તેમના પ્રારંભિક ઊંચા ખર્ચ હોવા છતાં તેને ચલાવવાના આર્થિક લાભોને કારણે કુદરતી રીતે થશે.
FAME II, જે સાર્વજનિક પરિવહન માટે ઉપયોગમાં લેવાતા ટુ-, થ્રી- અને ફોર-વ્હીલર માટે સબસિડી પૂરી પાડે છે, તે આગામી અઠવાડિયામાં સમાપ્ત થવાનું છે. સરકારને ઉમ્મીદ છે કે ત્યાં સુધીમાં લગભગ 10 લાખ ટુ-વ્હીલર માટે સબસિડી પૂરી પાડી હશે. આ ભંડોળનું પુન: વિતરણ કરીને કરવામાં આવશે જેથી સ્થાનિક કંપનીઓની માંગને સંતોષી શકાય. આ યોજનાની પ્રારંભિક ફાળવણી 10,000 કરોડ રૂપિયા હતી.
ભારે ઉદ્યોગ મંત્રાલયે FAME III માટે વધુ મહત્વાકાંક્ષી યોજનાનો પ્રસ્તાવ રાખ્યો હતો. પણ હજુ સુધી તેને પુરતુ સમર્થન નથી મળ્યુ. ફેઝ 3 સામેનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે સરકાર ટેસ્લા જેવી હાઈ-એન્ડ ઈલેક્ટ્રિક કાર ઉત્પાદકોને ભારતમાં સ્થાનિક અને નિકાસ બજારો માટે ઉત્પાદન સુવિધાઓ સ્થાપિત કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે એક નવી યોજના શરૂ કરવા માંગે છે.
ઈલેક્ટ્રિક ટૂ-વ્હિલર નિર્માતાઓને ઉમ્મીદ છે કે સબસિડી બંધ થવાથી તેમના વાહનોને નવુ જીવન મળશે અને આખા ભારતમાં તેની મોજૂદગીને વધારવા મદદ મળશે.