આજે અખાત્રીજના પાવન દિવસે જ ગજ કેસરી યોગનું નિર્માણ , 100 વર્ષ બાદ બન્યો શુભ સંયોગ
હિંદૂ ધર્મમાં અખાત્રીજના પર્વનું ખાસ મહત્વ છે. હિંદૂ કેલેન્ડર અનુસાર આ વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયાએ અક્ષય તૃતીયાનો તહેવાર ઉજવવામાં આવશે. અખાત્રીજને વણજોયુ મુહૂર્ત કહેવામાં આવે છે એટલે કે આ દિવસે વગર કોઈ મુહૂર્તે કોઈ પણ શુભ અને માંગલિક કાર્ય કરી શકાય છે. આ દિવસે સોના-ચાંદીથી બનેલા આભૂષણની ખરીદી અને માતા લક્ષ્મીની ખાસ પૂજા કરવાનું વિધાન છે. આ વર્ષે અખાત્રીજ પર ઘણા શુભ સંયોગ બની રહ્યા છે. જે લાભદાયક હશે.
100 વર્ષ બાદ અખાત્રીજ પર ગજકેસરી યોગ
ધાર્મિક માન્યતાઓ અનુસાર સોના-ચાંદીની વસ્તુઓની ખરીદીથી વ્યક્તિના જીવનમાં સુખ અને ધન સંપદા હંમેશા બની રહે છે. આ વર્ષે અખાત્રીજ 10 મેએ ઉજવવામાં આવશે અને આ વખતે ગજકેસરી રાજયોગનું નિર્માણ પણ થશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગજકેસરી યોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ગજકેસરી રાજયોગ ગુરૂવાર અને ચંદ્રમાની યુતિથી બને છે. 100 વર્ષ બાદ અખાત્રીજ પર ગજકેસરી રાજયોગ બની રહ્યો છે.
વર્ષના 4 વણજોયા મુહૂર્ત
વર્ષમાં ચાર વણજોયા મુહૂર્ત આવે છે. આ મુહૂર્તમાં વિવાહ જેવા માંગલિક કાર્ય વગર શુભ મુહૂર્ત જોયે કરી શકાય છે. આ ચાર મુહૂર્ત છે- અખાત્રીજ, દેવઉઠી એકાદશી, વસંત પંચમી અને ભડલી નવમી. આ ચારે તિથિઓ કોઈ પણ શુભ કામની શરૂઆત કરવા માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.
અખાત્રીજ પર ગ્રહ-નક્ષત્રોની શુભ સ્થિતિ
અખાત્રીજ ના દિવસે ગજકેસરી યોગ અને ધન યોગ બની રહ્યા છે. ત્યાં જ બીજી બાજુ આ દિવસે સૂર્ય અને શુક્રની મેષ રાશિમાં યુતિ થઈ રહી છે. જેનાથી શુક્રાદિત્ય યોગ બની રહ્યો છે. તેની સાથે જ મીન રાશિમાં મંગળ અને બુધની યુતિથી ધન યોગ, શનિના મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં આવવાથી શશ યોગ અને મંગળના પોતાના ઉચ્ચ રાશિ મીનમાં રહીને માલવ્ય રાજયોગ અને વૃષભ રાશિમાં ચંદ્રમા અને ગુરૂની યુતિથી ગજરેસરી યોગ બની રહ્યો છે.