અમદાવાદઃ ભારતીય માનક બ્યુરો દ્વારા ઔદ્યોગિક બેઠકનું આયોજન
અમદાવાદઃ ભારતીય માનક બ્યુરો (BIS) એ આપણા દેશની રાષ્ટ્રીય માનક સંસ્થા છે જે BIS એક્ટ 2016 હેઠળ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા ઉત્પાદનો, પ્રક્રિયા અને સેવાઓ માટે ભારતીય માનકોને ઘડવા માટે ફરજિયાત બનાવામાં આવ્યું છે અને અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓ ઘડવા તેમ જ અમલ કરવા માટે પણ જવાબદાર છે, જે માનકોના અમલીકરણ અને ગુણવત્તાના પ્રમાણીકરણ પર દેખરેખ રાખે છે.
BIS એ યાંત્રિક, કૃષિ, રાસાયણિક, ઈલેક્ટ્રીકલ અને ઈલેક્ટ્રોનિક્સ, ખોરાક અને કાપડ સહિતના વિવિધ ક્ષેત્રોમાં ભારતીય માનકો ના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે મુખ્ય ભૂમિકા ભજવી છે. ઉચ્ચ-ગુણવત્તાવાળી ચીજવસ્તુઓ અને સેવાઓને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીને, BIS એ ઉપભોક્તાઓ અને વ્યવસાયો વચ્ચે સમાન રીતે વિશ્વાસ અને આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરી છે.
વર્ષોથી, BIS એ ભારતીય માનકો ને વિકસાવવા અને સુધારવા માટે અથાક મહેનત કરી છે જે ગ્રાહકો અને વ્યવસાયોની બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરે છે. વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોની ટીમ સાથે, BIS એ સુનિશ્ચિત કર્યું છે કે ભારતીય માનકો આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પ્રથાઓ સાથે સુસંગત છે અને વૈશ્વિક બજારો સાથે સુસંગત છે.
BIS અમદાવાદ દ્વારા ઔદ્યોગિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, સુમિત સેંગર, નિદેશક અને પ્રમુખ BIS અમદાવાદ એ પ્રેક્ષકોને અનુરૂપ મૂલ્યાંકન યોજનાના સંચાલનમાં તેમના સૂચનો અને પડકારોનો સામનો કરવા માટે પણ પ્રોત્સાહિત કર્યા.
રાહુલ પુષ્કર, વૈજ્ઞાનિક- સી એ માનક ઓન લાઈન પોર્ટલ અને કાર્યો પર અનુરૂપ મૂલ્યાંકન યોજનાઓમાં તાજેતરના વિકાસ, લાયસન્સની સરળ કામગીરી માટે માર્ગદર્શિકામાં ફેરફારો પર ધ્યાન કેન્દ્રિત કરીને પ્રેઝન્ટેશન આપ્યું હતું.
અમિત કુમાર, વૈજ્ઞાનિક- ડી એ વિવિધ ઉત્પાદનોના નિષ્ફળતા વિશ્લેષણ પર પ્રેઝન્ટેશન આપ્યું અને ત્યારબાદ માનક મંથન દ્વારા ભારતીય માનક IS 14650:2023 રજૂ કરવામાં આવ્યું જે અનલોય્ડ અને એલોય્ડ સ્ટીલ ઇનગોટ અને સેમી ફિનિશ્ડ ઉત્પાદનો માટે છે જે રિ-રોલિંગ હેતુઓ માટે છે.
વિપિન ભાસ્કર, વૈજ્ઞાનિક- સી એ ક્વોલિટી કંટ્રોલ ઓર્ડરના અમલીકરણ અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું. અજય ચંદેલ, વૈજ્ઞાનિક- સી એ BIS અમદાવાદની માનક પ્રમોશન પ્રવૃત્તિઓમાં ઉદ્યોગની ભૂમિકા પર પ્રેઝન્ટેશન આપ્યું હતું.