અમદાવાદઃ AMCએ આગામી ચોમાસામાં 30 લાખ વૃક્ષોના વાવેતરનો ટાર્ગેટ રાખ્યો છે. હકીકતમાં વૃક્ષોના વાવેતર બાદ નિયમિત માવજત નહીં થવાના લીધે 20થી 25 ટકા વૃક્ષો નાશ માપે છે. જેના માટે મ્યુનિ.ના અધિકારીઓ ગંભીરતા લેતા નહીં હોવાનું મનાય છે. 15મી જૂનથી અભિયાન હાથ ધરાશે.
અમદાવાદ મ્યુનિ. દ્વારા 100 દિવસમાં 30 લાખ વૃક્ષ વાવવાનો લક્ષ્યાંક છે. જેમાં 16,450 મધ્યના 7 સ્થળો, 6,51,480 પૂર્વના 16 સ્થળો, 1704,555 પશ્ચિમના 10 સ્થળો, 2,38,446 ઉત્તરના 11 સ્થળો , 2,81,482 દક્ષિણના 11 સ્થળો, 2,08,253 ઉત્તર પશ્ચિમના 20 સ્થળો, 1,08,441 વૃક્ષ દક્ષિણ પશ્ચિમ ઝોનના 20 સ્થળો મળી કુલ 16,75,007 વૃક્ષોનું વાવેતર કરાશે.
આ સિવાય સોસાયટીઓ, એનજીઓ અને સંસ્થાઓનો સંપર્ક કરીને બાકીના વૃક્ષોનું વાવેતર કરવા આયોજન હાથધરાશે. પૂરતુ આયોજન થાય તે માટે ચોક્કસ ગાઇડલાઇન સાથે સંપૂર્ણ વ્યવસ્થા કરાશે. શહેરના ગાંધીઆશ્રમ, વિસત, સાબરમતી, ગોતા, થલતેજ, શાહીબાગ, નરાડો, વટવા, લાંભા, નિકોલ, રામોલ અને રામોલ-હાથીજણ વિસ્તારમાં વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન કરાયું છે.
ભારત સહિત દુનિયાના વિવિધ દેશો ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યું છે. એટલું જ નહીં પર્યાવરણની જાળવણીને લઈ ભારત સરકાર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યાં છે. ગુજરાતમાં મોટા પાયે વૃક્ષો રોપણનું અભિયાન ચાલી રહ્યું છે. બહુમાળી ઈમારતોથી ઘેરાયેલા અમદાવાદ શહેરમાં હરિયાળીમાં વધારો કરવા માટે અમદાવાદ મનપા દ્વારા વૃક્ષા રોપણના અભિયાનને આગળ વધારી રહ્યું છે. ત્યારે આગામી ચોમાસામાં મોટી સંખ્યામાં વૃક્ષોના વાવેતરનું આયોજન કર્યું છે. જેને લઈને મનપા દ્વારા તૈયારીઓ શરૂ કરી લેવામાં આવી છે.