પી.ટી.જાડેજાએ રાજનામું આપી દેવું જોઇએ, રાજકોટ કરણી સેનાના પ્રમુખ ભૂપતસિંહ જાડેજાનું નિવેદન
પદ્મિનીબા વાળાએ ક્ષત્રિય સમાજની સંકલન સમિતી પર આક્ષેપ કર્યા હતા, ત્યારે આવા જ આક્ષેપ ફરી પી.ટી.જાડેજાએ કર્યા છે. તેમને એક ઓડિયો વાયરલ થયો છે. જેમાં પી.ટી.જાડેજા બોલી રહ્યા છે કે, સંકલન સમિતિએ અત્યારસુધી પાપડ પણ ભાંગ્યો નથી. સંકલ સમિતીના અમુક લોકોએ સમાજ સાથે ગદ્દારી કરી છે. તુપ્તિબા રાઓલ સહિત 5 લોકો વિરુદ્ધ મારી પાસે પૂરાવા છે. હું સમાજને પૂછવા માંગુ છું કે, તમે મારી સાથે છો? આ ઓડિયો ક્લીપમાં પી.ટી. જાડેજા સંકલન સમિતીમાંથી રાજીનામું આપવાની ધમકી પણ ઉચ્ચારે છે.
ભૂપતસિંહ જાડેજા શું કહ્યું ?
ક્ષત્રિય સંકલન સમિતિમાં આંતરિત વિવાદ અને ફાંટાને લઇ કરણી સેનાના પ્રમુખ અને ક્ષત્રિય આગેવાન પદ્મિનીબા વાળાએ પ્રતિક્રિયા આપી છે. રાજકોટ કરણી સેનાના પ્રમુખ ભૂપતસિંહ જાડેજાએ કહ્યું કે,પી.ટી.જાડેજાએ રાજીનામું આપી દેવું જોઇએ.. સંકલન સમિતિ અને સમાજ વચ્ચે મતભેદ થાય તો આંદોલન અમે ચલાવશું.. આ આંદોલન સ્વંયભૂ હતું પણ સંકલન સમિતિએ આમાં ભાજપ અને કોંગ્રેસને વચ્ચે નાખવાનું કામ કર્યું છે. તો બીજી તરફ ક્ષત્રિય આગેવાન પદ્મિનીબા વાળાએ કહ્યું કે,પી.ટી.જાડેજા સંકલન સમિતિથી ડરીને દબાઇ ગયા છે. હવે સમાજે નક્કી કરવું જોઈએ કે તેની સાથે કોને રહેવું છે. સંકલન સમિતિના ચાર-પાંચ તત્વો બધા નિર્ણય લે છે. સંકલન સમિતિ અન્ય લોકોનું સાંભળતી નથી
‘પુરાવાની વાત છે તે સાવ ખોટી વાત છે’
ક્ષત્રિય સંકલન સમિતિ પર આરોપ-પ્રત્યારોપને લઈ રમજુભાએ જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, પી.ટી.જાડેજા જે કંઇ બોલ્યા તે આંતરિત મુદ્દો હતો. અને આ વાત પૂર્ણ થઇ ગઇ છે..પી.ટી.જાડેજાને સમિતિ સાથે જે પ્રશ્નો હતા તેનું નિરાકરણ થઇ ગયું છે. અમારી લડત સરકાર કે પક્ષ સામે નહીં પરંતુ વાણીવિલાસના વિરોધમાં હતી.સંકલન સમિતિની સામાજિક લડાઇ ચાલુ જ રહેશે. જે પુરાવાની વાત છે તે સાવ ખોટી વાત છે.