1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના દરેક વિસ્તારમાં હરતી-ફરતી પાસપોર્ટ વાન ઘર આંગણે સુવિધા આપશે
અમદાવાદના દરેક વિસ્તારમાં હરતી-ફરતી પાસપોર્ટ વાન ઘર આંગણે સુવિધા આપશે

અમદાવાદના દરેક વિસ્તારમાં હરતી-ફરતી પાસપોર્ટ વાન ઘર આંગણે સુવિધા આપશે

0
Social Share

અમદાવાદ: દરેક વ્યક્તિને વિદેશ જવું હોય કે ન જવું હોય તો પણ પોતાની પાસે પાસપાર્ટ હોવાનો ક્રેઝ હોય છે. એટલે નવા પાસપોર્ટ અને રિન્યું માટે પાસપોર્ટ સેવા કેન્દ્રો પર સવારથી લોકોની લાઈનો લાગી જતી હોય છે. પાસપોર્ટ માટે લાંબુ વેઇટિંગ જોવા પણ મળી રહ્યું છે. ત્યારે આવી સ્થિતિમાં ભારણ ઘટાડવા માટે રિઝનલ પાસપોર્ટ ઓફિસ દ્વારા એક નવો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં પાસપોર્ટ માટે હરતી-ફરતી પાસપોર્ટ સેવા સર્વિસ એક્સલન્સ વાન શરૂ કરવામાં આવશે. જેમાં નવા પાસપોર્ટ સહિતના દસ્તાવેજી કામકાજ શરૂ ગણતરીની મિનિટોમાં થઈ જશે. એટલે કે અમદાવાદના નાગરિકોને પોતાના વિસ્તારમાં હરતી-ફરતી પાસપોર્ટ સેવા વાન દ્વારા સેવા મળી રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  શહેરના પાસપોર્ટ સેવા કેન્દ્રો પર પાસપોર્ટ કઢાવવા માટે દોઢ મહિના જેટલુ વેઇટિંગ આવી રહ્યું છે અને એવામાં અરજદારોએ પાસપોર્ટ ઓફિસના ધક્કા પણ ખાવા પડી રહ્યાં છે. અરજદારોને પાસપોર્ટ ઓફિસ સુધી લાંબુ ન થવુ પડે એ માટે અમદાવાદમાં હરતી ફરતી પાસપોર્ટ સેવા સર્વિસ એક્સલન્સ વેન શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એકસલન્સ વાનની કચેરીમાં લોકો નવા પાસપોર્ટ માટે અરજી કરી શકશે. અરજદારના ડોક્યુમેન્ટ સ્કેનિંગ, વેરિફિકેશન, ફિંગર પ્રિન્ટ અને ફોટોગ્રાફ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. એપોઈમેન્ટ બુક કરતી વખતે પાસપોર્ટ સેવા કેન્દ્રની સાથે સાથે વાનનો પણ ઉપયોગ લોકો કરી શકશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતુ કે,  શહેરના  ગુલબાઇ ટેકરા ખાતેની રિજનલ પાસપોર્ટ કચેરીની બહાર પ્રથમ વાન મુકવામાં આવશે જેથી લોકોને આ વાન વિશે ખ્યાલ આવી શકે. તબક્કાવાર આ વાનને શહેરના અનેક વિસ્તારોમાં પણ ફેરવવામાં આવશે જેથી લોકોને પાસપોર્ટ સેવા કેન્દ્રના ધક્કા ન ખાવા પડે. ખાસ કરીને સિનિયર સિટિઝન નાગરિકો માટે આ સેવા વધુ ઉપયોગી બનશે અને અન્ય લોકોના સમયની પણ બચત થશે. પાસપોર્ટ સેવા સર્વિસ એક્સલન્સ વાનથી એક નિયત કરેલી સંખ્યાઓમાં જ એપોઇમેન્ટ મળી શકશે. હાલ જે પ્રાથમિક માહિતી મળી રહીં છે એ મુજબ પાસપોર્ટ સેવા સર્વિસ એક્સલન્સ વાનમાં દરરોજ 20 થી 30 એપોઈમેન્ટ આપવામાં આવશે. પાસપોર્ટ વાનમાં એક અનુભવી કર્મચારી અને TCS હાજર રહેશે. કર્મચારી અરજી કરનારના દસ્તાવેજનું સ્ક્રેનિંગ અને વેરિફિકેશન કરશે. ફિંગર પ્રિન્ટ અને ફોટોગ્રાફ સહિતની પ્રક્રિયા પણ થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code