સંત જનાબાઈજીની પુષ્ણતિથિઃ સંત જનાબાઈજીએ લગભગ 300 અભંગોની રચના કરી
ભારતની ભૂમિ ઉપર અનેક સંતો-મહંતો થયાં હતા. આ ઉપરાંત અનેક મહિલા સંતોએ પ્રભુની સાથે જનતાની સેવા કરીને લોકોને જીંદગીની નવી દિશા દર્શાવી છે. આમાં મહારાષ્ટ્રના ગંગાખેડમાં જન્મેલા સંત જનાબાઈજીનો પણ સમાવેશ થાય છે. આજે તેમની પુષ્ણતિથિ નિમિતે સાધુ-સંતોએ શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમનો જન્મ કહેવા શુદ્ર પરિવારમાં થયાનું કહેવાય છે. માતા-પિતાનું દેહાંત થતા સંત નામદેવજીના પિતાજીની પાસે સેવા માટે ગયા હતા.
આજીવન અવિવાહિત રહેનારા જનાબાઈજીએ નામદેવજીનું નાના ભાઈની જેમ પાલન કર્યું હતું. સંત જ્ઞાનેશ્વરજીના બહેન તેમને મોટા બહેન માનતા હતા. તેઓએ પાંડુરંગના અભંગોની રચના કરી હતી. સંત જનાબાઈએ સંત જ્ઞાનેશ્વરજી અને સંત નામદેવજીના મિલનને તથા સંત જ્ઞાનેશ્વરજીને સમાધિ લેતાં નિહાળ્યાં હતા. તેઓ શ્રીએ લગભગ ૩૦૦ અભંગોની રચના કરી છે.
ભગવાન વિઠ્ઠલ તો બધી જાતિના લોકોના છે અને બધા તેમના સંતાન છે. તે બધાને સાથે લઈ ચાલે છે. આ ભાવનું સુંદર નિરૂપણ કરતું સંત જનાબાઈનું એક અભંગ:
विठु माझा लेकुरवाळा। संगे गोपाळांचा मेळा।
निवृत्ति हा खांद्यावरी। सोपानाचा हात धरी।
पुठे चाले ज्ञानेश्वर। मागे मुक्ताबाई सुंदर।।
गोरा कुंभार मांडीवरी। चोखा जीवा बराबरी।
बंका कडेवरी। नामा करांगुळी धरी।।
जनी म्हणे वो गोपाळा। करी भक्तांचा सोहळा।।
અર્થાત્….
મારો વિઠ્ઠલ અનેક સંતાનો વાળો છે, તેની સાથે બાળગોપાળોનો મેળો લાગેલો રહે છે. નિવૃત્તિને તેમણે પોતાના ખભા પર બેસાડ્યા છે, સોપાનદેવનો તેમણે હાથ પકડ્યો છે, જ્ઞાનેશ્વર તેમની આગળ ચાલે છે, મુક્તાબાઈ તેમની પાછળ પાછળ ચાલી રહ્યા છે. ગોરા કુંભારને તેમણે પોતાની જાંઘ પર બેસાડ્યા છે, ચોખા મહારને પોતાના હૃદયથી લગાવ્યા છે, બંકા ચૂડીવાળાને ખોળામાં લીધેલ છે અને નામદેવ તેમના હાથની આંગળી પકડી ચાલી રહ્યા છે. જનાભાઈ કહે છે, મારો વિઠ્ઠલ બધાને સાથે લઈને ઉત્સવ મનાવી રહ્યો છે.