1. Home
  2. ગુજરાતી
  3. ઓટો
  4. ઉનાળામાં બાઈક ચલાવીને હેરાન થઈ ગયા છો, તો આ ટિપ્સ અપનાવાથી મળશે રાહત
ઉનાળામાં બાઈક ચલાવીને હેરાન થઈ ગયા છો, તો આ ટિપ્સ અપનાવાથી મળશે રાહત

ઉનાળામાં બાઈક ચલાવીને હેરાન થઈ ગયા છો, તો આ ટિપ્સ અપનાવાથી મળશે રાહત

0
Social Share

દેશમાં મોટી સંખ્યામાં લોકો ટુ વ્હીલર ચલાવે છે. આ સમયે લગભગ મોટાભાગના રાજ્યોમાં ગરમીની અસર પહોંચી છે. કાળઝાળ ગરમી વચ્ચે ટુ વ્હીલર ચાલકોને પણ ગરમીનો માર સહન કરવો પડે છે. આવામાં તમે ઉનાળામાં ટુ-વ્હીલર ચલાવતી વખતે પરેશાન છો, તો જાણો આ સમસ્યાથી બચવા માટેની ટિપ્સ.

બાઈકની સીટ થઈ જાય છે ગરમ
આ તો તમે જાણતા જ હશો કે ઉનાળામાં બાઈકની સીટ ખુબ જ વધારે ગરમ થાય છે. એવામાં સીટ પર બેસવું ખુબ જ મુશ્કેલ થઈ જાય છે. ટાભાગની સીટો રેગજીનના બની હોય છે. એવામાં સખત તડકામાં તપવા લાગે છે, એવામાં પાંચ મિનિટ પણ બેસવું પણ પડકારજનક છે. આ દિક્કતથી બચવા માટે તમે તમારી સાથે એક મોટો ટુવાલ રાખી શકો છો. જ્યારે પણ લાગે સીટ ગરમ છે તો સીટ પર ટુવાલ નાખી શકો છો.

એન્જિન અને ટાયર ચેક કરો
લોકો ટુ વ્હીલરનો ઉપયોગ કરીને લાંબા અંતરની મુસાફરી કરે છે. તમે પણ ઉનાળાની ઋતુમાં મોટાભાગે લાંબા અંતરની મુસાફરી કરો છો, તો બાઇકના એન્જિન અને ટાયરનું ખાસ ધ્યાન રાખો. ઉનાળામાં બાઇકના ટાયર ફાટવાના ઘણા કિસ્સાઓ છે. આવામાં ટાયરમાં હવાના દબાણ સાથે તમામ બાબતોનું ધ્યાન રાખો. આ સિવાય સમયાંતરે બાઇકના એન્જિનને ચેક કરતા રહો. ઉનાળામાં સતત બાઇક ચલાવવાથી એન્જિન ગરમ થાય છે. આ સમસ્યાથી બચવા માટે તમે રાઈડિંગ કરતી વખતે થોડો બ્રેક લઈ શકો છો.

ઉનાળા દરમિયાન લાબી મુસાફરી કરી રહ્યો છો તો તડકામાં શરીરને બચાવો. એવામાં માથાનો ભાગ કપડાથી ટાંકવો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code