કાળા હોઠ શરમનું કારણ બની ગયા હોય તો રોજ કરો આ વસ્તુઓનો ઉપયોગ
કાળા હોઠ હોવાને લીધે ઘણી વાર લોકો પરેશાન રહે છે, તેનાથી છુટકારો મેળવવા માટે તે ઘણા પ્રયાસ પણ કરે છે. પણ તેમને અસર નથી દેખાતી. એવામામ તમે કેટલાક ઘરેલું ઉપાય કરી શકો છે.
કાળા હોઠને ગુલાબી બનાવવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાય કરી શકો છો.સુર્યના હાનિકારક કિરણો, ઘુમ્રાન, વિટામિન બી 12ની કમી, કેફિનનું સેવન આ બધી વસ્તુઓને કારણે હોઠ કાળા પડવા લાગે છે.
હોઠની કાળાશ ક્યારેક અકળામણનું કારણ બની જાય છે, તેનાથી છુટકારો મેળવવા માટે તમે કેટલાક ઉપાય કરી શકો છો. તમારે દરરોજ હોઠ પર એલોવેરા જેલ વગાવવું પડશે. આ કાળાશને દૂર કરશે અને હોઠને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે. તમે તમારા હોઠ પર નારિયેળ તેલ લગાવી શકો છો, આ હોઠને મોશ્ચરાઈઝ રાખવામાં મદદ કરે છે.
હોઠ પર લીંબૂનો રસ વગાવવાના પણ ઘણું ફાયદાકારક માનવામાં આવ્યું છે. આવું કરવાથી હોઠની કાળાશ દૂર થાય છે. તમે તમારા હોઠ પર ગુલાબ જળ અને વેસેલિન મિક્ષ કરીને લગાવી શકો છો. આ હોઠને ગુલાબી બનાવવામાં મદદ કરે છે.