દિલ્હીથી વારાણસી જતી ઇન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળી
નવી દિલ્હીઃ દિલ્હીથી વારાણસી જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટને બોમ્બની ધમકી મળી હતી. આ પછી તરત જ પ્લેનને રનવે પર રોકી દેવામાં આવ્યું હતું અને તમામ મુસાફરોને તરત જ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
વિમાન દિલ્હીના T2 ટર્મિનલથી સવારે 5:04 વાગ્યે બનારસ માટે ટેકઓફ કરવાનું હતું, પરંતુ બોમ્બની માહિતી મળતાં મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા અને બોમ્બ ડિસ્પોઝલ ટીમને બોલાવવામાં આવી હતી.
ઇન્ડિગો ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળતા જ એવિએશન સિક્યુરિટી અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. આ સિવાય CISFની 5 ટીમ પણ સ્થળ પર હાજર છે. દિલ્હી ફાયર સર્વિસે જણાવ્યું કે આજે સવારે 5:35 વાગ્યે દિલ્હીથી વારાણસી જઈ રહેલી ફ્લાઇટમાં બોમ્બ હોવાની માહિતી મળી. તમામ મુસાફરોને ઇમરજન્સી ગેટમાંથી બહાર કાઢવામાં આવ્યા. તમામ મુસાફરો સુરક્ષિત છે. ફ્લાઇટની તપાસ કરવામાં આવી રહી છે.