હવામાન વિભાગે કહ્યું આગામી દિવસોમાં ગરમીમાં એક થી બે ડિગ્રી જેટલો ઘટાડો થશે, જો કે ઉ. ગુજરાતમાં રાહતના અણસાર નહીં
ગરમીને કારણે સૌ કોઇ પરેશાન છે ત્યારે હવામાન વિભાગે કહ્યું છે કે આગામી દિવસોમાં તાપમાનમાં એક થી બે ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે.. હવામાન વિભાગે કહ્યું કે આગામી દિવસોમાં મોટા ભાગના વિસ્તારોમાં ગરમીમાં એક થી બે ડિગ્રી જેટલો ઘટાડો થશે. જો કે તેમણે કહ્યું કે હજી ઉત્તર ગુજરાતમાં બેથી ત્રણ દિવસ સુધીમાં મહત્તમ તાપમાન યથાવત રહેશે
8 થી 14 જુન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડુ બનવાની શક્યતા
હવામાન વિભાગે જણાવ્યુ છે કે, રેમલ વાવાઝોડાનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે 4 જુન સુધીમાં આંધી વંટોળ સાથે પ્રી- મોનસુન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. 8 જૂનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડીપ્રેશન બનવાની શક્તા રહેશે. 8 થી 14 જુન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડુ બનવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં 7 થી 14 જુનમાં ચોમાસાનો વરસાદ થવાની શક્યતા રહશે. ચાલુ વર્ષે ચોમાસુ સારું રહેવાના સંકેતો મળી રહ્યા છે.આ સાથે જ ગુજરાતમાં પણ ચોમાસુ સમય કરતા વહેલું બેસી જવાનું અનુમાન છે.
ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદની કોઇ આગાહી નથી. ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે. ગુજરાતના ઉત્તર અને મધ્યમ ભાગમાં ત્રણ દિવસ માટે સ્ટ્રોન્ગ વિન્ડ અને સરફેસ વિન્ડ કન્ડીશન બની રહેશે. ત્રણ દિવસ માટે રાજ્યના મહત્તમ ભાગોમાં 25થી 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.