30 મિનિટથી ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે આ વાનગી, જરૂર ટ્રાય કરો
જલ્દીથી તૈયાર થતી હેલ્દી અને ટેસ્ટી રેસિપી
મટર પનીર: આ કરી ડિશ પનીરના ટુકડામાંથી બનાવવામાં આવે છે અને ડુંગળી-ટામેટાની પ્યૂરી અને મસાલાની ગ્રેવીમાં રાંધવામાં આવે છે અને તેના ઉપર તાજા વટાણા નાખાવામાં આવે છે, જે તમારી વાનગીમાં થોડી મીઠાસ ઉમેરે છે.
લૌકી ચણાની દાળ: આ પેટ માટે ખૂબ જ ફાયદાકારક વાનગી છે, જેને સમારેલી દૂધીને પલાળેલી ચણા દાળ, ડુંગળી અને વટાણાને સાથે કુકરમાં રાંધવામાં આવે છે. તેમાં ચપટી ગરમ મસાલો પણનો પણ ઉપયોગ થાય છે. જે વાનગીનો સેવાદ વધારી દે છે.
જીરા આલૂ: આ એક લોકપ્રિય શાક છે. જેને ભારતીય રસોડામાં વારંવાર તૈયાર જોવામાં આવે છે. આ શાકને સમારેલા બટાકાથી બનાવવામા આવે છે. જેને સરસવના તેલ, જીરૂ, લીલા મરચાં, મીઠું અને હળદરનો ઉપયોગ કરીને કડાઈમાં રાંધવામાં આવે છે.
રીંગણ ભરતું: રીંગણ ભરતું એ શેકેલા સ્મોકી રીંગણ, છૂંદેલા અને શેકેલા સૂકા લાલ મરચાં, ડુંગળી, લીંબૂનો રસ, મીઠું અને મરી વડે બનાવવામાં આવતી એક પરફેક્ટ સાઈડ ડિશ છે.
આલૂ ટામેટા સબઝી: આ એક કરી-બેસ્ડ ડિશ છે જેમાં બાફેલા બટાકાને ડુંગળી-ટામેટાની પ્યુરી ગ્રેવીમાં મીઠું, મરી, હળદર અને ગરમ મસાલા સાથે રાંધવામાં આવે છે.
ભીંડી ભુજિયા: આ ઉનાળાની ઋતુની આ સૌથી લોકપ્રિય ડિશ છે, જે સમારેલા ભિંડામાંથી બનાવવામાં આવે છે. તેને બનાવવા માટે પેનમાં સરસવનું તેલ, જીરું, લીલા મરચાં, ડુંગળી, મીઠું અને હળદરનો ઉપયોગ કરીને રાંધવામાં આવે છે.