અમદાવાદઃ સ્ટેટ જીએસટીના અધિકારીઓએ કરદાતાઓને સાંભળ્યા વિના ડીઆરસી-1ની શો-કોઝ નોટિસો ફટકારતા કરદાતાઓમાં નારાજગી જોવા મળી રહી છે. વેપારીઓએ સ્ટેટ જીએસટી વિભાગ સામે અસંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તંત્રએ કરદાતાઓની રજુઆતો સાંભળ્યા વિના એક તરફી કાર્યવાહી હાથ ધરી છે. જેથી કરદાતાને મોટી ડિમાન્ડ ભરવાની જવાબદારી આવી પડી છે. આમ કરદાતાઓને ડિમાન્ડ નીકળતા દોડતા થઇ ગયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટે કરદાતાઓને 2019-20ના વર્ષના નોટિસ પાઠવવામાં આવી હતી. જેમાં કરદાતાઓએ પોતાના જવાબો રજૂ કર્યા હોવા છતાં ડિપાર્ટમેન્ટે સાંભળ્યા વગર તેમને ડીઆરસી-1માં શોકોઝ નોટિસ પાઠવી છે. સ્ટેટ જીએસટી વિભાગે કરદાતાઓને સાંભળ્યા વગર એકતરફી કાર્યવાહી કરી હોવાનો વેપારીઓ આક્ષેપ કરી રહ્યા છે. તાજેતરમાં એસજીએસટી ડિપાર્ટમેન્ટે કરદાતાઓને જૂના વર્ષની સ્ક્રૂટિનીની નોટિસ પાઠવી હતી. જેના જવાબ માટે કરદાતાઓને ઓછો સમય અપાયો હતો. તેમ છતાં કરદાતાઓને સાંભળવાની તક આપ્યા વગર શો કોઝ નોટિસ પાઠવી દેવામાં આવી હતી. 2019-20ના વર્ષના સ્ટેટ જીએસટી ડિપાર્ટમેન્ટે સ્ક્રૂટિની કરી હતી. આ સ્ક્રૂટિનીમાં કરદાતાઓને તેમના હિસાબોને લઇને જવાબ માંગતી ડીઆરસી-એમાં નોટિસ બજાવવામાં આવી હતી. આ નોટિસનો જવાબ માત્ર 7 દિવસમાં આપવાનો કરદાતાઓને સમય આપવામાં આવ્યો હતો. આટલા ઓછા સમયમાં વેપારીઓએ જૂના વર્ષોના હિસાબો નિકાળી તેનો જવાબ આપ્યો હતો. તેમ છતાં કરદાતાઓને સાંભળવાની તક આપ્યા વગર ડીઆરસી-1માં શોકોઝ નોટિસ પાઠવી દેવાઈ છે. આ શો-કોઝ નોટિસ પાઠવ્યા પછી કરદાતાને મોટી ડિમાન્ડ ભરવાની જવાબદારી આવી પડી છે. આમ કરદાતાઓને ડિમાન્ડ નીકળતા દોડતા થઇ ગયા છે. કરદાતાઓને ડિપાર્ટમેન્ટ દ્વારા ઓનલાઇન નોટિસ મળવાની ચાલુ થઇ છે.