1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગરના મહારાજા કૃષ્ણકૂમારસિંહજીના પુત્ર શિવભદ્રસિંહજીનું નિધન, રાજવી પરિવારમાં શોક
ભાવનગરના મહારાજા કૃષ્ણકૂમારસિંહજીના પુત્ર શિવભદ્રસિંહજીનું નિધન, રાજવી પરિવારમાં શોક

ભાવનગરના મહારાજા કૃષ્ણકૂમારસિંહજીના પુત્ર શિવભદ્રસિંહજીનું નિધન, રાજવી પરિવારમાં શોક

0
Social Share

અમદાવાદઃ ભાવનગરના પ્રજા વત્સલ મહારાજ કૃષ્ણકુમારસિંહજીના પૂત્ર શિવભદ્રસિંહજીનું 91 વર્ષની વયે નિધન થયું છે. શિવભદ્રસિંહજીના નિધનથી ભાવનગર સહિત દેશના તમામ રાજવી પરિવારોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.શિવભદ્રસિંહજી મહારાજકુંવર તરીકે ઓળખતા હતા. સ્વર્ગસ્થના પાર્થિવદેહને નિવાસસ્થાને દર્શન માટે રાખવામાં આવ્યો છે. દેશ અને દુનિયાભરના અલગ અલગ સ્થળોએ રહેતાં તેમના સ્વજનો તેમના અંતિમ દર્શન માટે ભાવનગર આવી રહ્યા છે.

ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહના પુત્ર શિવભદ્રસિંહ ગોહિલે 91 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. શિવભદ્રસિંહ ગોહિલની તબિયત ઘણા સમયથી નાદુરસ્ત હતી. શિવભદ્રસિંહના પાર્થિવ દેહને તેમનાં બોરતળાવ ખાતેના ભાવ વિલાસ પેલેસ ખાતે લોકોને દર્શન માટે રાખવામાં આવ્યા છે. શિવભદ્રસિંહ ગોહિલના નિધનથી રાજવી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. શિવભદ્રસિંહજી ગોહિલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના બીજા નંબરના પુત્ર હતા જે મહારાજ કુંવર તરીકે ઓળખાતા હતા.

શિવભદ્રસિંહ ગોહિલનો જન્મ ભાવનગર રાજ્યના રાજમહેલ નિલમબાગ પેલેસમાં ડિસેમ્બર 23, 1933 ના રોજ થયો હતો. તેમણે પોતાને વારસામાં ભાલનાં વેળાવદર ગામ પાસે મળેલી સમગ્ર જમીન વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કરવા માટે પોતાનો હક્ક જતો કરીને ભારત સરકારને ભેંટ આપી હતી. શિવભદ્રસિંહજી 1962 થી 1972 દરમિયાન એમ.એલ.એ. પણ રહી ચુક્યા હતા.  સ્વાધ્યાય પરિવારનાં પાંડુરંગ આઠવલેજીના સંસર્ગમાં આવ્યા પછી એમણે ચુંટણી લડવાનું માંડી વાળ્યું અને પોતાનું સમગ્ર ધ્યાન વન્ય-સંરક્ષણમાં લગાડ્યું હતુ. ગુજરાત સરકારની સિંહ-વિષયક-તજજ્ઞોની સમિતિ જ્યારથી ગઠીત થઇ ત્યારથી તેઓ એના સભ્ય છે અને સિંહોની વસતી ગણતરી વખતે પોતાની સેવાઓ આપતા હતા. ભાવનગર પાસે આવેલ ખોડીયાર માતાજીના મંદીરના પણ તેઓ ટ્રસ્ટી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code