ભારતીય નૌકાદળનું જહાજ શિવાલિક સિંગાપોરથી રવાના થયું
નવી દિલ્હીઃ દક્ષિણ ચીન સાગર અને પ્રશાંત મહાસાગરમાં સ્થિત મિશન આઈએનએસ શિવાલિક, જાપાનના યોકોસુકા જવા માટે સિંગાપોરથી રવાના થયું છે.
સિંગાપોર ખાતે જહાજના ઓટીઆર દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી, જેમાં બેઝ કમાન્ડર, ચાંગી નેવલ બેઝ સાથે મુલાકાત, ક્રાનજી યુદ્ધ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવી, સિંગાપોરમાં ભારતના હાઈ કમિશનર સાથે મુલાકાત, આઈએફસીની મુલાકાત, સવારમાં લગભગ 80 શાળાના બાળકોની મુલાકાત, ઓનબોર્ડ પર ભારત અને ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનરની મુલાકાત અને યુએસએસ મોબાઇલ (એલસીએસ)ની ક્રોસ-ડેક મુલાકાત, જે દરિયાઇ સંબંધો અને નૌકાદળ વચ્ચેના સહિયારા મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે તેનો સમાવેશ થાય છે જે મુખ્યરુપે સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિજન (SAGAR)ના દાયરામાં છે.
આઈએનએસ શિવાલિક સિંગાપોરથી રવાના થયા બાદ જિમેક્સ 24 અને રિમપેક 24માં ભાગ લેવાના છે. આ વ્યવસ્થાનો ઉદ્દેશ જેએમએસડીએફ, યુએસ નેવી અને રિમપેક 24માં ભાગ લેનારા અન્ય ભાગીદાર નૌકાદળ સાથે આંતરવ્યવહારિકતાની ડિગ્રી વધારવાનો છે.