સિદ્ધપુરના ખળી ચાર રસ્તા પર સિમેન્ટ ભરેલા ટ્રેલરમાં આગ લાગતા બળીને ખાક, ડ્રાઈવરનો બચાવ
પાટણઃ સિદ્ધપુરના ખળી ચાર રસ્તા હાઇવે પર ગત રાત્રે કોઈ અગમ્યો કારણોસર સિમેન્ટ ભરીને જઈ રહેલા ટ્રેલરમાં ભીષણ લાગી હતી. જોકે, સમય સુચકતા વાપરી ડ્રાઇવરે ટ્રેલર સાઈડમાં કરી નીચે ઉતરી ગયો હતો. જેથી ડ્રાઈવર અને કંડક્ટરનો બચાવ થયો હતો. જોકે, ટ્રેલર બળીને ખાક થઈ ગયું હતું.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, પાટણના સિદ્ધપુર ખળી ચાર રસ્તા હાઇવે પર ગત રાત્રે સિમેન્ટ ભરેલુ ટ્રેલર પૂરફાટ ઝડપે જઈ રહ્યું હતું, તે સમયે ટ્રેલરના વાયરીંગમાં શોર્ટ સર્કિટ થવાનાં કારણે આગ લાગી હતી. ટ્રકના એન્જિનમાંથી ધૂમાડો નીકળતા જ સમય સૂચકતા દાખવીને ડ્રાઇવર કંડક્ટરે ટ્રેલર સાઇડમાં પાર્ક કરી ઉતરી ગયા હતા. દરમિયાન જોત જોતમાં જ ટ્રેલરમાં ભીષણ આગ લાગતા કેબિન બળીને થયું ખાક થઈ ગયું હતું. સદનસીબે ડ્રાઇવર અને કંડકટરનો આબાદ બચાવ થયો હતો. ટ્રેલરમાં આગ લાગવાને લીધે ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો. અને અન્ય વાહનચાલકોએ ટ્રેલરમાં આગ લાગી હોવાની જાણ સિદ્ધપુર નગર પાલિકાના ફાયર વિભાગને કરાતા ફાયર ફાઇટર અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં ટ્રેલરમાં લાગેલી આગ પર પાણીનો મારો ચાલવી આગ કાબુમાં લીધી હતી. આગ દરમિયાન ટ્રેલરનું કેબીન બળીને ખાખ થયું હતું. પોલીસે બળીને ખાક તઈ ગયેલા ટ્રેલરને રોડ સાઈડ પરથી હટાવીને ટ્રાફિક ક્લીયર કર્યો હતો. ટ્રેલરના વાયરમાં શોક સર્કિટને કારણે આગ લાગી હોવાનું કહેવાય છે. ટ્રેલરમાં સિમેન્ટનો જથ્થો ભરેલો હતો.