કેળાના પાન સ્વાસ્થ્ય માટે રામબાણ સમાન, તમને ખબર નહીં હોય તેના ફાયદા
ભારતમાં અલગ-અલગ રાજ્યોની અલગ અલગ પરંપરા હોય છે. જ્યા જમવાનું બનાવવાથી લઈ જમવાનું પરોસવા સુધીની રીતો ઘણી અલગ હોય છે. આજે ભલે જમવાનું જમવા માટે વિવિધ પ્રકારના વાસણ માર્કેટમાં અવેલેબલ હોય. પણ ભારતના દક્ષિણી રાજ્યોમાં જમવાનું આજે પણ કેળાના પાંદડા પર પરંપરાગત પીરસવામાં આવે છે. પણ આજે જમવાનું પરોસવાની રીત વિશે નહીં પણ કેળાના પત્તાની વિશેષતા વિશે જણાવશું.
કેળાને દુનિયાનું સૌથી લોકપ્રિય ફળ કહેવામાં આવે છે. તેને અમીરથી અમીર માળસ પણ ખાય છે. સાથે ગરીબ પણ. કેળાના ઝાડ ખુબ જ મોટા હોય છે. તેના પર મોટા-મોટા પાંદડા હોય છે. પણ કેળા જેટલા ખાવામાં ફાયદાકારક છે સ્વાસ્થ્ય માટે એટલા જ ફાયદાકારક કેળાના પત્તા હોય છે.
કેળાના પત્તામાં કેટલાક એવા ગુણ હોય છે. જે ડાયાબિટીસ જેવી બીમારીઓને તમારાથી દૂર રાખે છે. જો તમે રેગ્યુગર કેળાના પત્તા ખાઓ છો તો તમને ડાયાબિટીસ થવાનો ખતરો ખુબ ઓછો થઈ જાય છે. તેના સાથે જ કેળાના પત્તા વજન ઓછું કરવામાં મદદ કરે છે, સાથે જ તેનું સેવન કરવાથી અસ્થમાં અને બ્રોચાઈટિસ જેવી બીમારીઓમાં મદદ મળે છે.