1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં 20 બેઠકો પર ભાજપ આગળ, 5 બેઠકો પર નજીવા મતોથી થતી ચડ ઉતર
ગુજરાતમાં 20 બેઠકો પર ભાજપ આગળ, 5 બેઠકો પર નજીવા મતોથી થતી ચડ ઉતર

ગુજરાતમાં 20 બેઠકો પર ભાજપ આગળ, 5 બેઠકો પર નજીવા મતોથી થતી ચડ ઉતર

0
Social Share

અમદાવાદઃ  ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો તેમજ વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણીની આજે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થઈ છે. જેમાં પ્રારંભીક તબક્કે બનાસકાંઠા, અમરેલી, જામનગર અને આણંદ તથા ભરૂચની બેઠક પર ચડ-ઉતર થઈ રહી છે. કોંગ્રેસ 5 બેઠક પર તો ભાજપ 20 બેઠક પર આગળ છે. આણંદની બેઠક પર કોંગ્રેસના અમિત ચાવડા 8097 અને ભાજપના મિતેશ પટેલ 8341 મત મળતા ભાજપ 244 મતે આગળ છે. વડોદરામાં પ્રથમ રાઉન્ડમાં ભાજપ 52175 અને કોંગ્રેસ 13892 મત મળતા ભાજપ આગળ છે. ભરૂચની બેઠક પર આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા અને જામનગરની બેઠક પર પૂનમ માડમ પાછળ છે.

ગત 16 માર્ચે લોકસભા ચૂંટણી જાહેર થઈ અને ત્યારથી લઈ અત્યાર સુધીમાં આ ચૂંટણી અનેક રીતે યાદગાર બની છે. જો કે આ 80 દિવસો દરમિયાન અનેક રાજકીય ઉતાર ચડાવ આવ્યા છે. ગુજરાતમાં 7મે, 2024 રોજ લોકસભા ચૂંટણીનું મતદાન યોજાયું હતું અને ત્યારથી લઈ પરિણામો અંગે મતદારોમાં ઉત્તેજના છે. હાલ 25 સીટની મતગણતરી પ્રક્રિયા ચાલી રહી છે. સુરત સીટ પર ભાજપના મુકેશ દલાલ બિનહરિફ જાહેર થઈ ચૂક્યા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મત્સ્યદ્યોગ અને પશુ-પાલન મંત્રી રૂપાલા, રાજ્ય કક્ષાના કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું રાજકીય ભાવિ નક્કી થશે.
આણંદ, બનાસકાંઠા, ભરૂચ, પાટણ, સુરેન્દ્રનગર અને અમરેલી બેઠક. આ બેઠકો પર ચોંકાવનારા પરિણામ આવી શકે છે. કંઇ પણ સંભવ છે. જો ભાજપની જીત થાય છે તો સરસાઇ કેટલી હશે એ બાબત પણ નોંધપાત્ર હશે.

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન યોજાયું હતું ત્યારે રાજકારણની પાઠશાળા ગણાતા સૌરાષ્ટ્રમાં આ વખતે ઘણી ઊથલપાથલ જોવા મળી હતી. આ વખતે એટલે કે લોકસભાની 2024ની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છની 8 બેઠક પર સરેરાશ 55.44 મતદાન થયું હતું. આટલું ઓછું મતદાન થવા પાછળ અસહ્ય ગરમીએ પણ ભાગ ભજવ્યો હતો. આજે આ મતદાનની ટકાવારી આઠેય બેઠક પર ભાજપ હેટ્રિક ફટકારે છે કે કેટલી બેઠક ગુમાવશે તે તો પરિણામ જાહેર થયે જાણવા મળશે. ઉલ્લેખનીય છે કે, લોકસભાની 2014 અને 2019ની ચૂંટણીમાં સતત સૌરાષ્ટ્ર-કચ્છની આઠેય બેઠક પર ભગવો લહેરાયો હતો. આ વખતે ક્યાંકને ક્યાંક રાજકીય ઉથલપાથલો ભાજપને કેટલી અસર કરશે તે આજે સાંજ સુધીમાં જાહેર થઈ જશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code