એકનાથ શિદેએ NDAની બેઠકમાં સંસદીય દળના નેતા તરીકે નરેન્દ્ર મોદીને આપ્યું સમર્થન, કહી આ વાત
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ શુક્રવારે એનડીએની બેઠકમાં હાજરી આપી હતી. આ ઓપન ફોરમમાં તેમણે કહ્યું કે ભાજપ અને શિવસેનાનું ગઠબંધન ફેવિકોલ જેવું છે. જે તૂટશે નહીં.
શું કહ્યું એકનાથ શિંદે?
સીએમ એકનાથ શિંદેએ મંચ પરથી કહ્યું, “આજે એક ઐતિહાસિક દિવસ છે. આજે, રાજનાથ સિંહ દ્વારા આપણા આદરણીય વડાપ્રધાન મોદીજીને એનડીએ સંસદીય દળના નેતા પસંદ કરવા માટેના પ્રસ્તાવ પર બાલાસાહેબ ઠાકરેની વિચારધારાવાળી શિવેસના પાર્ટી તરફથી હું સમર્થન આપું છું
નરેન્દ્ર મોદી રવિવારે શપથ લેશે
બીજેપીના વરિષ્ઠ નેતા પ્રહલાદ જોશીએ અહીં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સંસદીય દળની બેઠકમાં કહ્યું કે નરેન્દ્ર મોદી રવિવારે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. જોશીએ જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં એકત્ર થયેલા એનડીએ નેતાઓને કહ્યું કે શપથ ગ્રહણ સમારોહ 9 જૂને સાંજે 6 વાગ્યે યોજાશે. બેઠકમાં એનડીએના સાંસદો ઉપરાંત ગઠબંધનના મુખ્યમંત્રીઓ સહિત વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતા.