ACની જેમ કામ કરશે તમારુ કૂલર, ગરમીથી બચવા માટે આ ટ્રિક આવશે કામ
કૂલર આપણને હવાતો પૂરી પાડે જ છે પણ તેનો ઉપયોગ AC તરીકે પણ કરી શકો છો. કૂલરને ACની રીતે ઉપયોગ કરવા માટે કેટલીક સરળ ટ્રિક છે. જેને તમે ફોલો કરી શકો છો.
ઠંડુ પાણી અને બરફ નાખોઃ કૂલરની ટાંકીમાં હંમેશા ઠંડુ પાણી ભરો. ઠંડુ પાણી હવાને વધારે ઠંડી બનાવવામાં મદદ કરે છે. સવારે અને સાંજે તાજુ ઠંડુ પાણીથી ટાંકી ભરો. જો તમારી પાસે બરફ છે તો કૂલરમાં પાણીની ટાંકીમાં બરફના ટૂકડા નાખો. તેનાથી પાણી ઠંડુ રહેશે અને કૂલરની હવા વધારે ઠંડી થશે.
કૂલરની સરખી જગ્યા પસંદ કરોઃ કૂલરને એવી જગ્યાએ રાખો જ્યા હવાની અવર જવર સારી હોય. ખુલ્લી બારી કે દરવાજા પાસે કૂલર રાખવાથી બહારની તાજી હવા અંદર આવે છે. કૂલરને એ દિશામાં રાખો જ્યા તમે તમે વધારે સમય વિતાવતા હોવ.
પંખાનો ઉપયોગ કરોઃ કૂલર સાથે રૂમમાં એક પંખો પણ ચાલુ કરો. પંખાની હવા આખા રૂમમાં ફેલાવવામાં મદદ કરશે. તેનાથી પૂરા રૂમમાં સરખી રીતે ઠંડક મળશે અને સારી રાહત મળશે.
પાણીનું ધ્યાન રાખોઃ કૂલરની ટાંકીમાં પૂરતા પ્રમાણમાં પાણી રાખો. જ્યારે પાણી પૂરૂ થવા પર પર કૂલરની ઠંડી હવા ઓછી થઈ જાય છે. દિલસમાં ઓછામાં ઓછું બે વાર ટાંકી ચેક કરો અને તેને પાણીથી ભરો.
રૂમમાં પડદા લગાવોઃ દિવસ દરમિયાન રૂમમાં પડદા રાખો જેથી પ્રકાશ અંદર ના આવે અને રૂમ ઠંડો રહે.