ઉનાળાની ઋતુમાં તમારી કારને આપો સ્પેશિયલ ટ્રિટમેન્ટ, અપનાવો આ જરૂરી ટિપ્સ
આ સમયે પૂરી ભારતમાં ભયંકર ગરમી પડી રહી છે. એટલે આવી ઋતુમાં તમારે તમારી સાથે કારનુ પણ ધ્યાન રાખવું જરૂરી છે.
એન્જિન ઓઈલ લેવલ ચેક કરો: એન્જિન ઓઈલ એક જરૂરી વસ્તુ છે જે એન્જિનના ભાગો વચ્ચેના ઘર્શણને ઘટાડે છે અને એન્જિનને ઠંડુ રાખવામાં મદદ કરે છે. એટલે લાંબા સમયથી એન્જિન ઓઈલ બદલ્યુ નથી તો સલાહ આપવામાં આવે છે કે ઓઈલ ચેન્જ કરો. નવું ઓઈલ અને ફિલ્ટર એન્જિનને ઠંડું રાખવામાં મદદ કરે છે.
એન્જિન કૂલન્ટ ટોપ-અપ: કારને ઠંડી રાખવાવ માટે રેડિએટર એક મહત્વની વસ્તુ છે. એટલે ઉનાળામાં કૂલેન્ટનું લેવલ ચેક કરવું ખૂબ જ જરૂરી છે. તેને ચેક કરવું ખુબ સરળ છે. તમારે સ્ટોરેજ ટેન્કને જોવાની છે જેમાં મહત્તમ અને અધિકત્તમ લેવલ ઈંડિકેટર છે. જો લેવલ ઓછુ છે તો તેને ટોપઅપ કરવાની જરૂર છે.
બેટરી ચેકઅપ: વધારે ગરમી બેટરીના કેમિકલ સ્ટ્રક્ચરને પ્રભાવિત કરી શકે છે, જેનાથી બેટરી ખરાબ થઈ શકે છે. એટલે બેટરી જુની કે થોડી ખરાબ છે તો તેને બદલી લેવી જરૂરી છે. ગરમીમાં નવી બેટરી હંમેશા વધારે પ્રભાવ આપે છે કેમ કે એસીનો ઉપયોગ વધારે થાય છે. જેનાથી બેટરી પર દબાવ પડે છે.
ટાયરની સ્થિતિ ચેક કરો: ઉનાળામાં તમારી કારના ટાયર પર ખુબ અસર થઈ શકે છે. દિવસે ગરમ તાપમાન અને રાત્રે ઠંડા તાપમાનમાં ડ્રાઈવિંગ વધુ પડતા ટાયરના ઘસારાનું કારણ બની શકે છે. એટલે ટાયરનું પ્રેશર સરખુ હોવું જરૂરી છે.