1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. નાના સેંબલીયાની સૌરભ વિધાલયમાં બોગસ ભરતી સંદભેઁ ફરિયાદ નોંધાઈ, પ્રમુખ સહીત છ શિક્ષકો સામે ફરિયાદ નોધાવતા DEO
નાના સેંબલીયાની સૌરભ વિધાલયમાં બોગસ ભરતી સંદભેઁ ફરિયાદ નોંધાઈ, પ્રમુખ સહીત છ શિક્ષકો સામે ફરિયાદ નોધાવતા DEO

નાના સેંબલીયાની સૌરભ વિધાલયમાં બોગસ ભરતી સંદભેઁ ફરિયાદ નોંધાઈ, પ્રમુખ સહીત છ શિક્ષકો સામે ફરિયાદ નોધાવતા DEO

0
Social Share

ખેડબ્રહ્મા : તાલુકાના નાના સેંબલીયાની સૌરભ વિધાલયના પ્રમુખ દ્રારા બોગસ શિક્ષક ભરતી કરવામાં આવતાં સાબરકાંઠા જીલ્લા શિક્ષણાધિકારી દ્રારા પ્રમુખ સહીત સાત આરોપીઓ વિરુદ્ધ ખેરોજ પોલીસ મથકે ફરિયાદ નોધાવતાં શિક્ષણ જગતમાં ફરી વાર ભૂકંપ આવતાં ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ખેડબ્રહ્મા તાલુકાના નાના સેંબલીયામાં ચાલતી સત્યમ કેળવણી મંડળ સંચાલિત સૌરભ વિધાલયમાં વષઁ 2019 થી 2022 દરમ્યાન શાળા પ્રમુખ નારાયણભાઈ લખાભાઈ પ્રજાપતિએ છ શિક્ષકોની ભરતી કરી હતી. જેમાં જે તે સમયે બોગસ શિક્ષકો ભરતી કયાઁનુ સામે આવતાં વષઁ 2016 માં સરકાર દ્રારા નિયુક્ત કરેલ સમિતિએ શાળાની માન્યતા રદ કરવા નિર્ણય કયોઁ હતો સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કારોબારી સમિતિએ ઠરાવ કરીને સત્યમ કેળવણી મંડળ સંચાલિત સૌરભ વિધાલયની ગ્રાન્ટ ઈન એઈડ ઉચ્ચતર માધ્યમિક શાળાની નોધણી રદ કરવામાં આવેલ હતી. ત્યારે સૌરભ વિધાલયમાં ફરજ બજાવતા છ શિક્ષકોએ શિક્ષણ વિભાગના તા.24-10-2017 ના ઠરાવ મુજબ સૌરભ વિધાલયના છ એ છ શિક્ષકોની ભરતી રદ કરવાના નિર્ણય સામે શિક્ષકોએ હાઈકોર્ટમાં 8861/2018 થી અપીલ કરી હતી. 

હાઈકોર્ટ દ્રારા તા.29-7-2022 ના ઓરલ ઓડઁરથી અરજદારોને વિચારણા કરવા માટેના નિર્ણયની અરજદારોને જાણ કરવા હુકમ કરવામાં આવ્યો હતો. પણ જ્યારે અરજદારોએ પોતાના દસ્તાવેજ તથા જરુરી સાધનીક કાગળોમાં છેડછાડ કયાઁનુ જણાઈ આવતાં જેવા કે શાળા સંચાલક તરીકે રહીને નોન ગ્રાન્ટેડ વખતે ફરજ બજાવતા કમઁચારીઓની ખોટી વિગતો મોકલી આપી શિક્ષકોની કાયમી ભરતી કરવા માટે ખોટા દસ્તાવેજોને ખરા દસ્તાવેજ સાબીત કરવાનો ઉપયોગ કરીને સરકાર સાથે ઠગાઈ કરવાના હેતુસર ગુન્હાહીત પ્રવૃત્તિઓ કરતાં સાબરકાંઠા જીલ્લા શિક્ષણાધિકારી મીતાબેન ગઢવીએ ખેરોજ પોલીસ મથકે શાળા સંચાલક સહિત છ શિક્ષકો સામે કલમ 406, 465, 466, 468, 471, 120(બી), 34 મુજબ ફરિયાદ નોધાવતાં ખેરોજ પોલીસ ઈન્સ્પેકટર કે.બી.ખાંટ એ તપાસના ચક્રો ગતિમાન કયાઁ છે.

  • કોની સામે ફરિયાદ નોંધાઈ

(1) નારાયણભાઈ લખાભાઈ પ્રજાપતિ, ખેડબ્રહ્મા – પ્રમુખ
(2) મુકેશકુમાર કિશોરભાઈ ડાભી, વિજયનગર – શિક્ષક
(3) ઓમકાર રજનીકાંત સુથાર, રાધીવાડ, તા.ખેડબ્રહ્મા – શિક્ષક
(4) જાગૃતિબેન વિઠ્ઠલભાઈ પટેલ, પાદરડી, તા.ખેડબ્રહ્મા – શિક્ષક
(5) રમણસિંહ અનારસિંહ સોલંકી, વસાઈ, તા.વિજયનગર – શિક્ષક
(6) ઓમરાજસિંહ વિક્રમસિંહ ચૌહાણ, રાધીવાડ, તા.ખેડબ્રહ્મા – શિક્ષક
(7) જયંતીભાઈ છગનભાઈ પ્રજાપતિ, નવા મારવાડા – શિક્ષક

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code