અરૂણાચલ પ્રદેશમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
નવી દિલ્હીઃ અરૂણાચલ પ્રદેશના પૂર્વ કામેંગમાં રવિવારે સવારે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપ આજે સવારે લગભગ 10.05 કલાકે આવ્યો હતો. તેમજ તેની તીવ્રતા લગભગ 3.8ની નોંધાઈ હતી. અરૂણાચલ પ્રદેશમાં આવેલા ભૂકંપના આ આંચકામાં સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી. પરંતુ સવારના સમયે ભૂકંપનો આંચકો આવતા લોકો પોતાના ઘરમાંથી બહાર દોડી ગયા હતા.
દેશમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા વધ્યાં છે. પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહેવાય છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે