1. Home
  2. ગુજરાતી
  3. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથગ્રહણ કર્યાં, મંત્રીમંડળમાં 72 નેતાઓનો સમાવેશ
નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથગ્રહણ કર્યાં, મંત્રીમંડળમાં 72 નેતાઓનો સમાવેશ

નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથગ્રહણ કર્યાં, મંત્રીમંડળમાં 72 નેતાઓનો સમાવેશ

0
Social Share

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ એનડીએના નેતા નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં શપથગ્રહણ કર્યાં હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના શપથ લેવડાવ્યાં હતા. વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદીએ શપથગ્રહણ કર્યાં બાદ કેબિનેટ મંત્રી તરીકે રાજનાથસિંહને રાષ્ટ્રપતિજીએ શપથ લેવડવ્યાં હતા. નવી સરકારની કેબિનેટમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. મંત્રીમંડળમાં એનડીએના તમામ સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે. રાજ્યકક્ષાના પાંચ મંત્રીઓે સ્વતંત્ર હલાવો આપવામાં આવ્યો છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપાનો કેરળમાં પ્રથમવાર એક બેઠક ઉપર વિજ્ય થયો હતો. કેરળમાંથી વિજ્યી થનારા ભાજપના નેતા સુરેશ ગોપીને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યાં છે. નવી સરકારનું મંત્રીમંડળ જમ્બો રાખવામાં આવ્યું છે. જેમાં કેબિનેટ મંત્રી તરીકે 31 નેતાઓ અને રાજ્યકક્ષાના 41 જેટલા નેતાઓએ શપથગ્રહણ કર્યાં હતા. આમ નવી સરકારના મંત્રીમંડળમાં 72 જેટલા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મંત્રીઓને ખાતાની ફાળવણી આગામી દિવસોમાં કરવામાં આવશે.

નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહ બાદ કેબિનેટ મંત્રી તરીકે અમિત શાહ, નીતિન ગડકરી, જે.પી.નડ્ડા, શિવરાજસિંહ ચૌહાણ, નીર્મલા સીતારમન, ડો.એસ જયશંકર, મનોહરલાલ ખટ્ટર, એચડીકુમાર સ્વામી, પિયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રઘાન, હમ પાર્ટીના જીતનરામ માંઝી, રાજીવ રંજનસિંહ, સર્બાનંદ સોનોવાલ, ડો.વિરેન્દ્ર કુમાર, ટીડીપીના રામમોહન નાયડુ, પ્રહલાદ જોશી, જુએલ રામ, ગિરીરાજસિંહ, અશ્વિની વૈષ્ણવ, જ્યોતિરાદિત્ય સિંધિયા, ભૂપેન્દ્ર યાદવ, ગજેન્દ્ર સિંહ શેખાવત, અન્નપૂર્ણા દેવી, કિરણ રિજજુ, હરદીપસિંહ પુરી, ડો. મનસુખ માંડવિયા, જી.કિશન રેડ્ડી, ચિરાગ પાસવાન, સી.આર.પાટીલે શપથ ગ્રહણ કર્યાં હતા.

આ ઉપરાંત સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યમંત્રી તરીકે ઈન્દ્રજીતસિંહ, ડો.જીતેન્દ્રસિંહ, અર્જુનરામ મેઘવાલ, પ્રતાપરાવ જાદવ, જયંત ચૌધરી, રાજ્યમંત્રી તરીકે જીતેન્દ્ર પ્રસાદ, શ્રીપાલ નાઈક, પંકજ ચૌધરી, ક્રિષ્ણપાલ, રામદાસ અઠવલે, રામનાથ ઠાકુર, નિત્યાનંદ રાય, શ્રીમતી અનુપ્રિયા પટેલ, વી.સોમન્ના, ડો.ચંદ્રશેખર, પ્રો.એસ.પી. સિહં બઘેલ, શ્રીમતી શોભા કરણ રાજે, કિર્તિ વર્ઘનસિંહ, વી.એલ, વર્મા, શાંતનું ઠાકુર, સુરેશ ગોપી, ડો.એલ.મુરગન, અજય ટમ્ટા, બંદી સંજ્યકુમાર, કમલેશ પાસવાન, ભગીરથ ચૌધરી, સતીષચંદ્ર દુબે, સંજ્ય શેઠ, રવનીતસિંહ, દુર્ગાદાસ, શ્રીમતી રક્ષા નીખિલ ખડસે, સુકાંતા મજમુદાર, શ્રીમતી સાવિત્રી ઠાકુર, તોખન સાહુ, રાજભૂષણ ચૌધરી, ભૂપતી રાજુ, હર્ષ મલ્હોત્રા, શ્રીમતી નીમુબેન બાભણીયા, મુરલીધર મોહર, જ્યોર્જ કુરિયર અને પવિત્ર માર્ગેરિટાએ શપથ ગ્રહણ કર્યાં હતા.

કેબિનેટમાં ગુજરાતના સાંસદ અમિત શાહ, ડો.મનસખ માંડવિયા, સી.આર.પાટીલ, શ્રીમતી નીમુબેન બાભણિયા અને રાજ્યસભાના સભ્ય ડો.એસ.જયશંકરને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બિહારના સાંસદ ચિરાગ પાસવાનને પણ કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યાં છે. શપથવિધી સમારોહમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વૈકંયા નાયડુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત સાધુ-સંતો પણ શપથવિધી સમારોહમાં હાજર રહ્યાં હતા.

શપથવિધી સમારોહમાં બંગાળના વડાપ્રધાન શેખ હસિના, શ્રીલંકાના રાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. દેશમાં સતત ત્રીજી વખત એનડીએ સરકાર બની છે. NDA સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યાં હતા. આ ઉપરાંત કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ પણ આજે જ શપથ લીધા હતા. મોદી સરકારમાં ઘણા નવા ચહેરાઓને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. આ સમારોહમાં 8 હજારથી વધુ મહાનુભાવો હાજરી આપી હતી.

પ્રધાનમંત્રીના શપથ ગ્રહણ સમારોહ માટે દિલ્હીમાં જમીન થી લઇને આકાશ સુધી સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ દિલ્હીને No Flying Zone જાહેર કરવામાં આવ્યું છે.. રાષ્ટ્રપતિ ભવન સહિતના વિસ્તારોમાં વિવિધ કંપનીઓ, NSG કમાન્ડો, ડ્રોન અને Snippers ને તૈનાત કરવામાં આવ્યાં છે. રાષ્ટ્રપતિ ભવનની અંદર અને બહાર ત્રીસ્તરીય સુરક્ષા ગોઠવાઈ હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code