તમને સાહસ ગમે છે અને પેરાસેલિંગનો શોખ છે, તો ભારતમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં તમે મજેદાર એક્ટેવિટીને સસ્તામાં માણી શકો છો.
ગોવાઃ ગોવાનું નામ સાંભળતા જ બીચ અને પાર્ટીનો ખ્યાલ આવે છે, પણ અહીં પેરાસેલિંગ પણ ખૂબ જ લોકપ્રિય છે. ગોવાના ઘણા બીચ જેવા કે બાગા, કેન્ડોલિમ અને કોલવા બીચ પર સસ્તામાં પેરાસેલિંગનો આનંદ માણી શકો છો. ત્યા તમે આ પ્રવૃત્તિ 800 થી 1500 ની વચ્ચે કરી શકો છો.
મનાલીઃ તમે પહાડોમાં પેરાસેલિંગની મજા લેવા માંગતા હોવ તો મનાલી તમારા માટે બેસ્ટ જગ્યા છે. સોલાંગ ખીણમાં સુંદર બરફથી ઢંકાયેલા પર્વતોની વચ્ચે પેરાસેલિંગ કરી શકો છો. ત્યા તેની કિંમત 1000 થી 2000 સુધીની છે.
અલીબાગઃ મુંબઈની નજીક સ્થિત અલીબાગ પેરાસેલિંગ માટે પણ સારી જગ્યા છે. તમે અહીંના દરિયાકિનારા પર સસ્તામાં પેરાસેલિંગ કરી શકો છો અને મુંબઈની ધમાલથી દૂર શાંતિપૂર્ણ વાતાવરણનો આનંદ પણ લઈ શકો છો. અહીં તમે 800 થી 1500 ની વચ્ચે આનો આનંદ માણી શકો છો.
લક્ષદ્વીપઃ જો તમને કંઈક અલગ અને અનોખો અનુભવ જોઈતો હોય તો લક્ષદ્વીપ જાવ. અહીંના સ્વચ્છ અને સુંદર બીચ પર પેરાસેલિંગની મજા જ કંઈક અનેરી છે. અહીં તેની કિંમત લગભગ 1500 થી 2500 છે, પરંતુ તે તદ્દન યોગ્ય છે.
આંદામાન અને નિકોબાર ટાપુઓ: આંદામાન અને નિકોબાર ટાપુઓ પેરાસેલિંગ માટે પણ ઉત્તમ સ્થળ છે. અહીં વાદળી પાણી અને સ્વચ્છ આકાશમાં પેરાસેલિંગની મજા અનોખી છે, તેની કિંમત 1000 થી 2000 સુધીની છે.