પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર કરી હાઈલેવલ બેઠક કરી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રીએ જમ્મુ-કાશ્મીરમાં થયેલ આતંકવાદી ગતિવિધિઓની માહિતી મેળવી આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈટલીના પ્રવાસે જતા પહેલા જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર હાઈલેવલ બેઠક કરી હતી. પ્રધાનમંત્રીએ જમ્મુ-કાશ્મીરમાં થયેલ આતંકવાદી ગતિવિધિઓની માહિતી મેળવી આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા. તેમણે NSA અજીત ડોભાલ અને અધિકારીઓને આતંકવાદી વિરોધી ક્ષમતાઓનો પૂરેપૂરો ઉપયોગ કરવા જણાવ્યું. સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર પણ ચર્ચા કરી હતી.