સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળો પર આજે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા ગઇકાલે એટલે કે ગુરુવારે આગામી પાંચ દિવસના હવામાનને લઇને જે આગાહી કરવામાં આવી હતી તે મુજબ હાલ તો પાંચ દિવસ સુધી વાતાવરણમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નહીવત હોવાનું જણાવાયું હતું.. પરંતુ ગુજરાતના બે જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઇ હતી.
આ આગાહી મુજબ આજે એટલે કે શુક્રવારે 14મી જૂનના રોજ મહીસાગર, દાહોદ, છોટા ઉદેપૂર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલે એટલે કે 15મી જૂને સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં તેમજ આ તરફ દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, ડાંગ દાદરા નગર હવેલી વિસ્તારમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે.
16મી જૂન એટલે કે રવિવારે નવસારી, વલસાડ, દમણ, તાપી, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં ગીર-સોમનાથ જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી છે.