ડિપ્રેશન દૂર કરવામાં જ્યારે દવા કામ ના આવે તો અજમાવો આ કુદરતી પદ્ધતિ, શરીર અને મન ખુશીઓથી ભરાશે
કામનુ પ્રેશર, ભાગતી-દોડતુ જીવન, અનહેલ્દી લાઈફસ્ટાઈલ, તણાવ અને સ્ટ્રેસના કારણે ઘણા લોકો ડિપ્રેશન અને ચિંતાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. માનસિક સ્થિતિ આપણા ઓવરઓલ હેલ્થ પર ખૂબ જ ખરાબ અસર કરે છે અને ઘણી ગંભીર સમસ્યાઓ પણ પેદા કરી શકે છે.
આવામાં ડિપ્રેશનથી બચવા લોકો એન્ટી-ડિપ્રેસન્ટ દવાઓ લે છે કે મોંઘી થેરાપી અને સાઈકેટ્રિસ પાસે જાય છે. એક્સપર્ટ મુજબ, આ કુદરતી વસ્તુ કરો છો, તો ડિપ્રેશનમાંથી પૂરી રીતે છુટકારો મેળવી શકો છો.
તમે પણ ડિપ્રેશન અને એન્જાઈટીથી પરેશાન છો અને તેને કુદરતી રીતે ઓછુ કરવા માંગો છો, તો આ માટે કુદરત સાથે જોડાયેલા રહો. એક્સપર્ટનું માનવું છે કે નેચર અને ગ્રીનરીમાં સમય પસાર કરવાથી માનસિક અને શારીરિક બંન્ને હેલ્થ સુધરે છે. તેનાથી મન શાંત થાય છે અને ચિંતા ઓછી થાય છે.
એક્સપર્ટ મુજબ, ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી તમને પોઝિટિવ એનર્જીનો અનુભવ થાય છે. માટી એન્ટી-ડિપ્રેસન્ટ તરીકે કામ કરે છે, જેની મીઠી સુગંધ ન્યુરોટ્રાન્સમીટરને સક્રિય કરે છે અને સેરોટોનિન મુક્ત કરે છે. જેના કારણે આપણે આનંદ અનુભવીએ છીએ.
જે લોકોના ઘરની આસપાસ 100 મીટર સુધી વૃક્ષો અને હરિયાળી હોય છે તે સામાન્ય લોકો કરતા એન્ટી-ડિપ્રેસન્ટ દવાઓ લેતા હોય છે.
તમે પણ ડિપ્રેશન અને ચિંતા ઘટાડવા માંગો છો તો દરરોજ સવારે 2 થી 5 મિનિટ માટે પાર્કમાં જાઓ અને હરિયાળીને ધ્યાનથી જુઓ.