કોળાના બીજનો ઉપયોગ આ રીતે કરો, રાતો રાત ચમકદાર બનશે તમારો ચહેરો
દરેક વ્યક્તિ પોતાના ચહેરાને સુંદર બનાવવા માંગે છે. પણ ઘણા પ્રયત્નો કર્યા પછી પણ લોકોના ચહેરા પરથી પિમ્પલ્સ અને દાગ દૂર થતા નથી. હવે તમે કોળાના બીજનો ઉપયોગ કરી શકો છો.
તમે તમારા ચહેરાને ચમકદાર અને સુંદર બનાવવા માટે કોળાના બીજનો ઉપયોગ કરી શકો છો. તે ચહેરા પરથી ખીલ દૂર કરવામાં મદદ કરે છે.
દરેક વ્યક્તિ ચહેરાને સુંદર બનાવવા માંગે છે, આવામાં લોકો કેટલાક પ્રયત્નો કરે છે, પણ તેમ છતાં રાહત નથી મળતી.
તમે તમારા ફેસ પર ખીલ, કરચલીઓ અને ડાઘથી પરેશાન છો, તો કોળાના બીજનો ઉપયોગ કરી શકો છો.
કોળાના બીજનુ ફેસ પેક: એક બાઉલમાં કોળાના બીજનો પાવડર મિક્સ કરો, તેમાં થોડું દહીં અને મધ ઉમેરો, આ પેસ્ટને ચહેરા અને ગરદન પર 15 મિનિટ સુધી લગાવો અને પછી ચોખ્ખા પાણીથી ધોઈ લો.
કોળાના બીજનું સ્ક્રબ: એક બાઉલમાં કોળાના બીજનો પાવડર, થોડું દહીં, મધ અને ખાંડ મિક્સ કરો અને ચહેરા પર 5 મિનિટ સુધી મસાજ કરો.
કોળાના બીજનું તેલ: ચહેરાને સુંદર બનાવવા માટે, તમે કોળાના બીજમાંથી બનાવેલ તેલનો ઉપયોગ કરી શકો છો.
આ સિવાય તમે ચહેરા પર મુલતાની માટી, એલોવેરા જેલ અને ચણાનો લોટ જેવી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો.