ફોનમાં ટાવર હોવા છતા ઈન્ટરનેટ નથી ચાલી રહ્યુ, તો ફોલો કરો આ ટિપ્સ
ડિજિટલ યુગમાં સ્માર્ટફોનન મદદથી લગભગ દરેક કામ કરી શકાય છે. દેશમાં ટેક્નોલોજીને આગળ લઈ જવા માટે લગાતાર કામ થઈ રહ્યુ છે. 5G નેટ આવ્યા પછી ઈન્ટરનેટના યુઝર્સ વધ્યા છે. એવામાં સ્માર્ટફોનમાં ઈન્ટરનેટનો ઉપયોગ વધી ગયો છે. પરંતુ કેટલાક યુઝર્સના ફોનમાં સિગ્નલ હોવા છતા ઈન્ટરનેટની સરખી સુવિધા નથી મળતી. તમારા ફોનમાં એજ સમસ્યા છે તો આ ટિપ્સ ફોલો કરો.
• ડેટા પેક ચેક કરો
ઘણીવાર જોવા મળે છે કે ફોનનો ડેટા પેક ખતમ થઈ જાય છે. આવામાં પ્રીપેડ યુઝર છો કે પોસ્ટપેડ યુઝર. ચેક કરો ડેટા પેક. જો પેક એક્ટિવેટ થયા પછી સિગ્નલ ના આવે તો કેટલાક ઉપાયો અપનાવી શકાય છે.
• ફોનમાં તરત જ આ કરો આ સેટિંગ
ફોનમાં ઈન્ટરનેટ સેટિંગ્સમાં જાઓ. ફોનની માહિતી અથવા ફોન વિશે પર જાઓ. પછી, સિમ સ્ટેટસના ઓપ્શન પર ક્લિક કરો.
ચેક કરો કે સિમ સરખા સ્લોટમાં છે કે નહીં. ઘણી વાર જોવામાં આવ્યું છે કે સિમ બીજા કોઈ સ્લોટમાં નાખવામાં આવે છે અને સિગ્નલ સ્ટ્રેન્થ બીજા કોઈ સ્લોટમાં જઈ રહી છે. આ સિવાય ક્યારેક સિગ્નલ પાવર ઓછો હોવા છતાં પણ ઈન્ટરનેટ બરાબર કામ કરતું નથી. આ પછી, એકવાર ફોનમાં એરપ્લેન મોડ ચાલુ કરો અને પછી તેને બંધ કરો. આ પછી ઇન્ટરનેટની ક્ષમતા ચેક કરો.