ગુજરાતમાં 17 જૂનથી ચોમાસુ સક્રિય થશે, હવામાન નિષ્ણાંતની આગાહી
અમદાવાદઃ ચોમાસાની ગતિ થોડી ધીમી પડી છે ત્યારે ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં આગામી 17 જૂનથી ચોમાસુ સક્રિય થશે. તેથી ખેડૂત ભાઇઓએ ચિંતા કરવાન જરૂર નથી. ગુજરાતમાં 17 જૂનથી 22 જૂન સુધી સારો વરસાદ થઈ શકે છે. સાથે પવનની ગતિ પણ વધારે રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, દક્ષિણ ભારતમાં ચોમાસાની આગે કુચ નબળી પડી શકે છે.
બીજી તરફ, હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ હળવા વરસાદની આગાહી કરી છે. રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ અને બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં પણ નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.